હવામાન વિભાગ દ્વારા 6 જુન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, દાદરા નગર હવેલી આ ઉપરાંત નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને મહિસાગરના છૂટાછવાયા સ્થળોએ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે
હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે. જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ, જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23-24 તથા 27થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જોકે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે, જોકે ચોમાસું સમયસર આવી જશે.
રાજ્યમાં ચોમાસું વહેલા બેસવાની શક્યતા ઓછી
હવામાન ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું, એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતાં વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે. એને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યાય પ્રક્રિયાને સુલભ અને કાર્યક્ષમ બનાવવા નવતર પહેલ
June 03, 2025 10:30 AMસંસદના વિશેષ સત્રની માગણી સાથે ૨૦૦ સાંસદો લખશે પત્ર
June 03, 2025 10:27 AMગુજરાત સરકાર શહેરી હરિયાળી જગ્યાઓ, જળાશયોના સંરક્ષણ માટે કાયદો બનાવશે
June 03, 2025 10:26 AMઈલોન મસ્કનો નવો દાવ: શક્તિશાળી ફીચર એક્સચેટ લોન્ચ
June 03, 2025 10:22 AMવર્ષ 2300માં વિશ્વમાં 10 કરોડની વસ્તી જ હશે
June 03, 2025 10:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech