સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ વરસાદ, જસદણ, વિંછીયા, દેરડી સહિતના ગામમાં વરસાદ

  • August 20, 2021 01:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રના કેટલાક ગામમાં વરસાદ પડ્યો. જસદણ, વિંછીયા, દેરડી, ગોંડલ સહિતના આસપાસના ગામમાં વરસાદ. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. બપોર બાદ જસદણ-વીંછિયામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સાંજના સમયે અચાનક કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. પહેલા ધીમીધારે અને બાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આટકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી દેરડીકુંભાજી ગામમાં નદીમાં પૂર આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS