દેશના અલગ–અલગ વિસ્તારોમાં રેલ્વે ટ્રેક પર કયારેક ગેસ સિલિન્ડર, કયારેક સાઇકલ, કયારેક પથ્થરો સહિતની ઘટનાઓના આતંકવાદી કનેકશનની દેશની સરકારી એજન્સીઓ પહેલાથી જ તપાસ કરી રહી છે. ભારતીય રેલ્વેએ પણ આવી ઘટનાઓને રોકવા માટે તેના સ્તરે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનું શ કરી દીધું છે. રેલવે હવે ટ્રેનોમાં લગભગ ૭૫ લાખ એઆઈ સંચાલિત સીસીટીવી કેમેરા લગાવશે. કોચ ઉપરાંત, લોકોમોટિવ (રેલ એન્જિન)માં પણ કેમેરા લગાવવામાં આવશે જેથી લોકો પાયલોટને એલર્ટ કરી શકાય.
રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ એન્જિનો પર લગાવવા માટે એઆઈ–સક્ષમ સીસીટીવી કેમેરાની શ્રેણીને અંતિમ સ્વપ આપવા અંગે ચર્ચા કરવા ટોચના અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે. રેલવે સુરક્ષા વધારવા માટે લગભગ . ૧૫ હજાર કરોડના ખર્ચે કોચ અને એન્જિનમાં ૭૫ લાખ એઆઈ સંચાલિત સીસીટીવી કેમેરા લગાવવાની યોજના છે. એઆઈ ટેકનોલોજીના કારણે, કેમેરા ટ્રેક પર શંકાસ્પદ વસ્તુઓ શોધી શકશે અને ડ્રાઈવરોને ઈમરજન્સી બ્રેક લગાવવા માટે એલર્ટ કરશે. ૪૦,૦૦૦ કોચ, ૧૪,૦૦૦ લોકોમોટિવ્સ અને ૬૦૦૦ ઈએમયુને એઆઈ સંચાલિત સીસીટીવી કેમેરાથી સ કરવાની યોજના છે.
એક કોચમાં લગભગ છ કેમેરા હશે, યારે દરેક લોકોમોટિવમાં ચાર કેમેરા હશે જે લોકો પાયલોટને એલર્ટ કરશે. ટ્રેક પર શંકાસ્પદ વસ્તુઓ શોધવા માટે એન્જિનની આગળની બાજુએ હાઇ રિઝોલ્યુશન કેમેરા લગાવાશે. આ માટેનું ટેન્ડર ઓકટોબરમાં બહાર પાડવામાં આવે તેવી શકયતા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે, તેમના આગામી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રના હશે: સંજય રાઉત
March 31, 2025 01:44 PMટેકાના ભાવે ચણા અને રાયડાના રજિસ્ટ્રેશન રદ બાબતે કિસાન કોગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ લખ્યો પત્ર
March 31, 2025 01:21 PMનિકાવામાં ઈદ ઉલ ફીત્રની શાનદાર ઉજવણી
March 31, 2025 01:16 PMરામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનનું ભવ્ય આયોજન
March 31, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech