ભાવનગર રેલ્વે મંડળ તેના સન્માનિત મુસાફરોને શક્ય તેટલી બધી મદદ કરવા હંમેશા તૈયાર હોય છે. સુરત-મહુવા એક્સપ્રેસ ગાડીમાં યાત્રિકની ભુલાઈ ગયેલી બેગ પરત કરવામાં આવી હતી.
આ શ્રેણીમાં ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું હતું કે ગઈ તા.૨૫ ઓગસ્ટને રવિવારે ગાડી નંબર ૧૯૨૫૫ સુરત-મહુવા એક્સપ્રેસમાં એક મુસાફરની બેગ આકસ્મિક રીતે સીટ ઉપર રહી ગઈ હતી. જેને એક પ્રમાણિક રેલ્વે યાત્રીકે ઈમાનદારી બતાવીને ગાડીમાંથી નીચે ઉતારીને સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ મહુવાના કાર્યાલયને સોંપી હતી. જ્યારે ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ ગિરધારી પારીક, કોચિંગ સુપરવાઈઝર વી.વી. વાઘ અને સ્વચ્છતા કાર્યકરની હાજરીમાં બેગ ખોલવામાં આવી ત્યારે બેગમાંથી રૂ. ૧૯, ૦૦૦ની રોકડ અને કપડાં સહિતની એક ડાયરી મળી આવી હતી. સાથે બેગમાં રહેલી ડાયરીમાંથી મળેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરી બેગ યાત્રિકને પરત કરવામાં આવી હતી.
બોટાદ ખાતે યાત્રિક પોતાની બેગ સીટ પર ભૂલીને નીચે ઉતર્યો હતો. યાત્રિકનો મોબાઈલ નંબર મળતાં તેણે કહ્યું કે તેને લાગ્યું હતું કે કોઈ તેની બેગ ચોરી ગયું છે. જોકે મહુવાના સ્ટેશન અધીક્ષક અને કોચિંગ સુપરવાઈઝર દ્વારા તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેમની બેગ સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ, મહુવાની કચેરીમાં સલામત રીતે રાખવામાં આવી છે. સ્ટેશન પર પહોંચીને બેગ લેવાનું કહેવામાં આવ્યું ત્યારે બે -ત્રણ દિવસમાં આવીને બેગ લેવા આવવાનું કહ્યું હતું. દરમ્યાનમાં યાત્રીની બેગ જરૂરી તપાસ બાદ તેને પરત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા નજીક રીક્ષાની અડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત
February 24, 2025 11:46 AMકોડીનાર ખાતે સાંસદના હસ્તે રૂા. ૧૬.૭૩ કરોડના કુલ ૩૨ કામોનું લોકાર્પણ
February 24, 2025 11:46 AMલગ્ન ન થતા હોવાથી મોજપના યુવાને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
February 24, 2025 11:45 AMમોરબી કતલખાને જીવો ભરેલી બોલેરો ગાળા પાસેથી ઝડપાઇ
February 24, 2025 11:44 AMભવનાથમાં પો.સ્ટેશનની સામે સાધુની કારમાંથી ૬૭ હજાર ચોરીજનારા ચાર ઝબ્બે
February 24, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech