રાજકોટ એસટી બસપોર્ટના ચાર પ્લેટફોર્મની રેલિંગ તુટી

  • March 20, 2025 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવર જવર ધરાવતા રાજકોટ એસટી બસ પોર્ટમાં મેન્ટેનન્સના અભાવે રોજ નવી સમસ્યાઓ સામે આવી રહી છે. દરમિયાન તાજેતરમાં ચાર પ્લેટફોર્મની રેલિંગ તૂટી જતા મુસાફર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિશેષમાં રાજકોટના એસટી બસપોર્ટના મુસાફરોએ જણાવ્યું હતું કે બસપોર્ટના પ્લેટફોર્મ નં.૬, ૯, ૧૧ અને ૧૫ની તમામ રેલિંગ કે જે મુસાફરોની માટે સલામતીની વ્યવસ્થા માટે હોય છે તે હાલ તૂટેલી હાલતમાં છે. મુસાફરોને બેસવા માટે પુરતી માત્રામાં સીટિંગ વ્યવસ્થા ન હોવાને કારણે ફરજિયાત પણે ઉભું રહેવું પડે છે અને બસ પ્લેટફોર્મ ઉપર આવે ત્યારે મુસાફરોમાં થતી ભાગદોડ વેળાએ આ પ્રકારની તૂટેલી અને અણીદાર રેલીંગ સાથે અથડાવાથી અકસ્માત સર્જાય કે મુસાફર ઇજાગ્રસ્ત થાય તેવી સ્થિતિ છે.તદઉપરાંત તૂટેલી રેલિંગ આસપાસથી પસાર થતી વેળાએ ધ્યાન ન રહે તો તેમાં કપડાં ભરાઇ જવાથી કપડાં ફાટી જાય છે, ખાસ કરીને મહિલા મુસાફરો સાથે આવા બનાવો વધુ બની રહ્યા છે.દરમિયાન આ મામલે ફરિયાદ કરવા મુસાફરોએ બસપોર્ટના ટ્રાફિક કંટ્રોલર પાસેથી ફરિયાદ બુક માંગતા ફરિયાદ બુક આપવા ઇન્કાર કરવામાં આવતા રોષની લાગણી પ્રસરી છે. કોઇ મુસાફર ઇજા પામે તે પહેલાં પ્લેટફોર્મની તૂટેલી રેલિંગનું રિપેરિંગ થાય અથવા તો નવી રેલિંગ નખાય તે માટે ગુજરાત એસ.ટી.મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરાઇ હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News