BREAKING NEWS

​ રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે

  • February 19, 2026 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ડિવિઝનમાં આવેલ જામનગર-લાખાબાવલ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી, 2026 સુધી રેલ વ્યવહાર પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

 ​આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો: 

1) ​25-02-2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસ ને રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2) ​25-02-2026 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22945 મુંબઈ સેન્ટ્રલ–ઓખા સૌરાષ્ટ્ર મેલ ને રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

3) ​24-02-2026 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર–ઓખા એક્સપ્રેસ ને હાપા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

4) ​26-02-2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (ઉપડશે) થશે. આમ, આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

5) ​26-02-2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. આમ, આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

6) ​24-02-2026 ના રોજ તિરુનલવેલીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19577 તિરુનલવેલી–જામનગર એક્સપ્રેસ ને હાપા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.


​ પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો: 

1) ​26.02.2026 ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા જેતલસર-ભક્તિનગર થઈને ચલાવવામાં આવશે.

​ રિશેડ્યુલ (સમયમાં ફેરફાર) કરાયેલી ટ્રેનો: 

1) ​24.02.2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ ને ઓખા સ્ટેશનથી 2 કલાક મોડી ઉપડવા માટે રિશેડ્યુલ કરવામાં આવી છે.

​ માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો: 

1) ​21, 22 અને 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ ટ્રેન સંખ્યા 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ ને માર્ગમાં 25 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

2) ​23 ફેબ્રુઆરી, 2026 ના રોજ ટ્રેન સંખ્યા 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટડા–જામનગર એક્સપ્રેસ ને માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

3) ​26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ટ્રેન સંખ્યા 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ ને માર્ગમાં જરૂરિયાત મુજબ રેગ્યુલેટ કરવામાં આવશે.

​રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application