શહેરમાં બે સ્થળે પોલીસે જુગારના દરોડા પાડી પાંચ મહિલા સહીત ૧૧ વ્યકિતઓને પકડી પાડી કાર્યવાહી કરી છે. જેમાં ભકિતનગર પોલીસે બાબરીયા કોલોનીમાં મહિલા પોતાના કવાર્ટરમાં જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે અને ગાંધીગ્રામ પોલીસે ગાંધીનગરમાં દરોડો પાડો હતો. જયારે એરપોર્ટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બેટી નદીના પટમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડી ૧૦,૮૬૦ની મત્તા કબ્જે કરી હતી.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધીનગર શેરી નંબર ૨૫ના ખૂણે આવેલા જય અંબે કૃપા મકાનમાં રહેતો સાગર વિનોદભાઈ પરમાર બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદાના માટે નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાન માલિક સાગર વિનોદભાઈ પરમાર, ધર્મેશ હરેશભાઇ યાદવ, વિશાલ હરેશભાઇ યાદવ (રહે બંને –રેલનગર,શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ), ચિરાગ ભરતભાઈ સોલંકી (રહે–રામનાથપરા), મનીષાબેન દિનેશભાઇ વિશપરા (રહે–ગાંધીનગર સોસાયટી), પ્રીતિબેન દિલીપભાઈ ભીમજીયાણી (રહે–ગાયત્રીનગર સોસાયટી), રક્ષાબેન કિરીટભાઈ ભીંડી (રહે–ગાંધીનગર સોસાયટી), બીનાબેન બળવંતભાઈ રાજા (રહે–ગાંધીનગર સોસાયટી) તમામને ઝડપી પાડી રોકડ ૧૧,૪૦૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
ભકિતનગર પોલીસએ બાબરીયા કોલોની આવાસ કવાર્ટરમાં દરોડો પાડતા પુરીબેન કેશુભાઈ મોઢવાડીયા નામની મહિલા જુગાર રમાડતી હોવાનું ખુલતા પોલીસે પુરીબેન નામની મહિલા તેમજ હાસમ કાસમભાઈ શેખ (રહે–મોરબી પંચાસરા રોડ), મહેન્દ્રપ્રતાપસિંગ શ્રીપ્રભુદયાલ કઠેરિયા (રહે–હરીધવા રોડ, સુખરામ નગર)ને ઝડપી પાડી રોકડ ૧૦,૭૦૦ની મતા કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બેટી નદીના ખુલ્લા પટમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા લક્ષમણ ચકુભાઇ ચૌહાણ (રહે–ડાયમડં ટુલ્સ કારખાના બામણબોર), સંજય ભીમાભાઇ બાબરીયા (રહે–બેટી ગામ), દિપક ગોરધનભાઈ ડાભી (રહે–બામણબોર), પજ્ઞનાંભ અમીનપાત્રા (રહે–બામણબોર), રામજી નારણભાઇ કડવાણી (રહે–બામણબોર), શૈલેષ જેરામભાઈ સાર (રહે–બામણબોર), સંજય ધનાભાઇ મકવાણા (રહે – બેટી ગામ) અને મુકેશ માધાભાઇ ડેડાણિયા (રહે–બેટી ગામ)ને ઝડપી લઇ રોકડ કબ્જે લઇ કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech