જામનગર અને કાલાવડમાં આઠ સ્થળે દેશી દારૂ અંગે દરોડા

  • March 27, 2025 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો કબ્જે લેતી પોલીસ


જામનગરના ખુલ્લી ફાટક બાવરીવાસ તથા કાલાવડ વિસ્તારમાં દેશી દારૂ અંગે આઠ સ્થળે દરોડા પાડીને મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.


જામનગરના ખુલ્લી ફાટક બાવરીવાસમાં રહેતી ગોદાવરીબેન ધરમપાલ પરમારને ત્યાંથી 2 લીટર દારૂ, 40 લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. બાવરીવાસમાં રહેતી પાસાબેન બંસી ડાભીને ત્યાંથી 2 લીટર દારૂ, 40 લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. બાવરીવાસમાં રહેતા જગતસીંગ રામસીંગ માલપરાને ત્યાંથી 3 લીટર દારૂ, 40 લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. બાવરીવાસમાં રહેતા વિજયસીંગ રામસીંગ કોળીને ત્યાંથી 2 લીટર દારૂ, 40 લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.


આ ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા દેશી દારૂ અંગે ચાર સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મુરીલા ગામમાં મનસુખ મગન મકવાણાને ત્યાં 7 લીટર કાચો આથો મળી આવ્યો હતો તેમજ મકાજી મેઘપર ગામમાં રહેતા બાલુબેન સોમાર સાડમીયાને ત્યાથી 15 લીટર આથો અને માછરડા ગામમાં દશરથસિંહ દિપસિંહ ચૌહાણને ત્યાથી 12 લીટર કાચો આથો તેમજ લલોઇ ગામમાં સરોજબેન મહેશ સાડમીયાને ત્યાથી 15 લીટર આથો જપ્ત કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application