દારૂ સહિતના મુદારૂમાલ સાથે હેરાફેરી કરનારા શખ્સોની અટકાયત : ઢીચડા, મયુરનગર આવાસ, જામજોધપુર નજીક, ગુલાબનગર, આદર્શ સોસાયટી, સિકકા, દિ.પ્લોટ 49, શંકરટેકરી, ધરારનગર, પાયલધાર, કાલાવડના સરવાણીયા, ગણપતનગર વિસ્તારમાં પોલીસ ત્રાટકી : સપ્લાયરોની સંડોવણી
જામનગર શહેર, જીલ્લામાં વિદેશી અને દેશી દારૂ અંગે જુદારૂ જુદારૂ 15 સ્થળોએ પોલીસ દરોડા પાડયા હતા જેમાં દારૂ સહિતના મુદારૂમાલ સાથે આરોપીઓ ઝપટમાં આવ્યા હતા, ઢીચડા, મયુરનગર આવાસ, જામજોધપુર નજીક, ગુલાબનગર, આદર્શ સોસાયટી, સિકકા, દિ.પ્લોટ 49, શંકરટેકરી, ધરારનગર, પાયલધાર, કાલાવડના સરવાણીયા, ગણપતનગર વિસ્તારમાં પોલીસ ત્રાટકી હતી જેમાં સપ્લાયરોની સંડોવણી ખુલી હતી.
જામનગરના ઢીચડા ગામે એલસીબીના દિલીપભાઇ, અરજણભાઇ, મયુરસિંહએ બાતમી આધારે દરોડો પાડીને ઢીચડા ગામમાં રહેતા શબીર ઉર્ફે સકર જુમા દોદેપોત્રાના મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 59 બોટલ, મોબાઇલ મળી કુલ 29820ના મુદારૂમાલ સાથે તેને પકડી લીધો હતો, ઇંગ્લીશ દારૂનો જથ્થો સપ્લાય કરનાર જામનગરના સાગર હમીર માણેકનું નામ ખુલ્યુ હતું.
અન્ય દરોડામાં એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મયુરનગર ત્રણ માળીયા આવાસ બ્લોક 6માં રહેતા અને પ્રોહીબીશનના બે ગુનામા નાસતા ફરતા આરોપી સુનિલ ઉર્ફે સાગર હમીર માણેકના ભાડાના ફલેટમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 36 બોટલ અને બે મોબાઇલ મળી 19900ના મુદારૂમાલ સાથે પકડી લીધો હતો. દારૂનો જથ્થો જામનગરના કાલાવડ નાકા બહાર રહેતા શબીર જુણેજાએ સપ્લાય કર્યો હતો, પકડાયેલ આરોપી પંચ-બી અને સીટી-સીના બે દારૂના ગુનામા નાસતો ફરતો હતો.
ગુલાબનગરના પ્રભાતનગરમાં રહેતા ધમર્નિંદ ઉર્ફે ધમો તુલશી પરમારને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે પકડી લીધો હતો, જયારે શંકરટેકરી સિઘ્ધાર્થ કોલોનીમાં રહેતા નિલેશ ગીરધર રાઠોડ તથા નિલેશ નરશી ચૌહાણ આ બંનેને એકટીવા નં. જીજે10ઇએ-9042માં ઇંગ્લીશ દારૂની 4 બોટલ લઇને 49 રોડ પરથી નીકળતા સીટી-સી પોલીસે પકડી લીધા હતા, દારૂનો જથ્થો સપ્લાયર કરનાર સિઘ્ધાર્થ કોલોનીના દિવ્યેશ ગીરધર રાઠોડએ પુરો પાડયો હતો જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત શાસ્ત્રીનગર-9માં રહેતા હશન અલી ગોરી નામના શખ્સના મકાને દરોડો પાડીને ઇંગ્લીશ દારૂના 40 ચપટા કબ્જે કયર્િ હતા જયારે આરોપી ફરાર થઇ ગયો હતો, તેમજ ધરારનગર-2માં રહેતા મુળ માંગરોડના કિરીટસિંહ ઉર્ફે કિરીટ બહાદુરસિંહ ચુડાસમાને ઇંગ્લીશ દારૂની 16 બોટલ સાથે પકડી લીધો હતો જેમાં સપ્લાયર તરીકે મયુરનગરના સાગર હમીર માણેકનું નામ ખુલ્યુ હતું તથા ધરારનગર-2માં રહેતા જાવીદ અલીમામદ સમાના મકાને સીટી-બી પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 15 બોટલ, 1 મોબાઇલ સાથે દબોચી લીધો હતો.
આ ઉપરાંત જામજોધપુર પીઆઇ રબારીના માર્ગદર્શન મુજબ તરસાઇ ઓપીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભગીરથસિંહ અને સંજયભાઇને ખાનગી રાહે હકીકત મળેલ કે બલેનો કાર નં. જીજે25એએ-6577માં જુદી જુદી બ્રાન્ડનો દારૂ છે આથી દરોડો પાડીને શરાબની 108 બોટલ, કાર, મોબાઇલ મળી કુલ 5.81.928નો મુદારૂમાલ કબ્જે કર્યો હતો જયારે આરોપી રાણાવાવનો કરશન કાના કોડીયાતર નાશી ગયો હતો.
સિકકાની ભગવતી કોલોનીમાં રહેતા રાજુ મનજી ચૌહાણને ઈંગલીશ દારૂના 4 ચપટા સાથે કારાભુંગા વિસ્તારમાંથી પકડી લીધો હતો, દિ.પ્લોટ 54માં રહેતા અશોક ઉર્ફે મીરચી ખટાઉ મંગેને એકસેસ બાઇક નં. જીજે10ડીપી-2245માં ઇંગ્લીશ દારૂની 35 નાની બોટલ અને બાઇક મળી કુલ 33500ના મુદારૂમાલ સાથે આદર્શ સોસાયટી વિસ્તારમાંથી દબોચી લીધો હતો.
અન્ય દરોડામાં પાયલધાર ખાતે રહેતા નટુ માલદે સીંધીયાને ત્યાંથી 40 લીટર આથો, 4 લીટર દારૂ અને ભઠ્ઠીના સાધનો તેમજ ણપતનગરમાં પરમેશ્ર્વરી બીરજુ કોળીને ત્યાથી 40 લીટર આથો, 3 લીટર દારૂ અને ભઠ્ઠીના સાધનો, કાલાવડના સરવાણીયા ગામમાં રમેશ અમજી સાડમીયાને ત્યાંથી 15 લીટર આથો અને ભઠ્ઠીના સાધનો, ભરત ઉર્ફે ભોપો સુખા વાઘેલાને ત્યાથી 60 લીટર આથો મળી આવ્યો હતો અને સરવાણીયામાં રહેતા જીતેશ સુખા વાઘેલાને ત્યાથી 20 લીટર આથો, 2લીટર દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech