જામનગર પંથકમાં દેશી દારુ અંગે 10 સ્થળોએ દરોડા

  • November 27, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશી દારુ, આથો અને ભઠ્ઠીના સાધનો કબ્જે લેતી પોલીસ


જામનગર શહેરના રણજીતસાગર રોડ, મારવાડી વાસ, જાગૃતીનગર, ગુલાબનગર સાંઢીયાપુલ નીચે, પીપળી અને જોડીયા વિસ્તારમાં દેશી દારુ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા કુલ 10 સ્થળોએ પોલીસે દરોડા પાડીને દારુ, આથો અને ભઠ્ઠીના સાધનો જપ્ત કયર્િ હતા.


જામનગરના રણજીતસાગર રોડમા કંસારા હોલની પાછળના વિસ્તારમાં આવેલ ઝૂપડા ખાતે રહેતા રાજમલ રાણસુર વિજાણીને ત્યાં સીટી-એ પોલીસે દરોડો પાડી દેશી દારુની ભઠ્ઠીના સાધનો, 20 લીટર આથો, 4 લીટર દારુ જપ્ત કર્યો હતો, અહીં ચારણવાસમાં રહેતા આલા પુંજા રવશીના ઝુપડે દરોડો પાડી ભઠ્ઠીના સાધનો, 20 લીટર આથો અને 3 લીટર દેશી દારુ જપ્ત કરાયો હતો.


જયારે રણજીતસાગર રોડ પર આવેલ મારવાડી વાસમાં લક્ષ્મીબેન ગંગારામ રાઠોડને ત્યાથી 25 લીટર આથો, 3 લીટર દેશી દારુ અને દેશી દારુની ભઠ્ઠીના સાધનો કબ્જે કરાયા હતા, ગુલાબનગર સાંઢીયાપુલ નીચે મેકની ધાર ખાતે રહેતી જાનવીબેન રાહુલ સાડમીયાના ઝૂપડેથી 2 લીટર દેશી દારુ, ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા, તેમજ ધનીબેન રવિ સાડમીયાના ઝૂપડેથી 3 લીટર દેશી દારુ, ભઠ્ઠીના સાધનો કબ્જે કયર્િ હતા અને ભાવનાબેન પ્રવિણ વાજલીયાના ઝૂપડામાથી ભઠ્ઠીના સાધનો અને 4 લીટર દેશી દારુ જપ્ત કરાયો હતો.


આ ઉપરાંત ખોડીયાર કોલોની વિસ્તાર જાગૃતીનગરમાં રામપ્યારી જુગ્નુ સોલંકીના મકાનેથી 5 લીટર દેશી દારુ, 40 લીટર આથો અને ચાલુ ભઠ્ઠીના સાધનો, ગણપતનગરમાં જયોતીબેન ગોપાલ કોળીના મકાનેથી 8 લીટર દારુ, 50 લીટર આથો અને ભઠ્ઠીના સાધનો, પીપળી ચારણનેશમાં રહેતા પુના ખીમસુર ગુજરીયાને ત્યાથી 7 લીટર આથો અને ભઠ્ઠીના સાધનો, જોડીયામાં રહેતા દિનેશપરી મગનપરી ગોસાઇ નામનો શખ્સ ડોબર વિસ્તારમાં દેશી દારુની ભઠ્ઠી ચલાવે છે આથી પોલીસે દરોડો પાડી 3 લીટર દારુ, ભઠ્ઠીના સાધનો સાથે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application