રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા તા.03-02-2020ના રોજ મવડી મેઇન રોડ પર ઉદયનગર 2માં શેરી નં.1માં આવેલ વોલ્ગા ઘી ડેપોમાંથી ગાયનું શુધ્ધ ઘીનો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં આ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત બી.આર. રીડીંગ વધુ, રીચર્ટૅ વેલ્યુ ઓછી, તલના તેલની હાજરી, ફોરેન ફેટ હાજરી તથા નોન પરમીટેડ કલરની હાજરી મળી આવી હતી. આથી નમૂનો "અનસેફ ફૂડ" તથા ''સબસ્ટાન્ડર્ડ" જાહેર કરવામાં આવ્યો છે. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસ ચાલી જતાં નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજિસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ની કલમ-59 તથા કલમ-63 હેઠળ તકસીરવાન ઠરાવી નિલેશભાઇ ગોપાલદાસ કાનાબાર (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક)ને 1 માસની કેદ તથા રૂ.1,00,000 (અંકે રૂપિયા એક લાખ પૂરા)ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની કેદની સજાનો હુકમ કરેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા દ્વારા તા.08-10-2020ના રોજ જંક્શન પ્લોટ મેઇન રોડ પર નાગરિક બેંકની બાજુમાં લક્ષ્મી કરીયાણા ભંડારમાંથી આખા મરી (લુઝ આખા)નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં આ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત મિનરલ ઓઇલની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો "અનસેફ ફૂડ" જાહેર કરવામાં આવેલ. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ-મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ.
આ કેસ ચાલી જતાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજિસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ- 2006ની કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી વિજયભાઇ દયારામ ગોપલાણી (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક)ને "TILL RISING OF THE COURT" તથા રૂ.50,000ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસ 15 દિવસની કેદની સજાનો હૂકમ કરેલ છે.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ઓમનગર પ્રજાપતિ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
(0૧)ખોડિયાર ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(0૨)ઉમિયા પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(0૩)અનમોલ ચાઇનીઝ પંજાબી-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(0૪)જય ગોપનાથ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(૦૫)જલિયાણ પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(૦૬)જય જલારામ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(૦૭)સપના સોડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(૦૮)જોકર ગાંઠિયા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(૦૯)ક્રિષ્ના મારવાડી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(૧૦)શિવ રસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(૧૧)મારુતિ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
(૧૨)ઓમ ઢોકળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(૧3)શ્રી ઓમ ફાર્મસી
(૧૪)મધુવન ડેરી ફાર્મ
(૧૫)રવિ ખમણ
(૧૬)રામેશ્વર ડેરી ફાર્મ
(૧૭)ગાંધી સોડા શોપ
(૧૮)જાનકી ડેરી ફાર્મ
(૧૯)ગુરુ કૃપા એજન્સી
(૨૦)મુરલીધર ફરસાણ ની ચકાસણી કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech