જામનગર, જામજોધપુર અને કાલાવડમાં વર્લીના અખાડા પર દરોડા

  • July 07, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતીવાડમાં ચાર, અન્ય બે શખ્સની અટક : ચાર ફરાર : રોકડ, મોબાઇલ અને આંકડા લખેલી ચિઠ્ઠીઓ જપ્ત

જામનગરના ગુજરાતીવાડમાં માતમ પાસે વર્લી મટકાના અખાડા પર એલસીબીએ દરોડો પાડી ચારને રોકડ, મોબાઇલ મળી કુલ ૩૯ હજારના મુદામાલ સાથે પકડી લીધા હતા, એક ફરાર થઇ ગયો હતો તેમજ જામજોધપુરમાં એક વર્લીબાઝ પકડાયો હતો જયારે ત્રણ ફરાર થઇ ગયા હતા તેમજ કાલાવડમાં એક વર્લીબાઝ પોલીસની ઝપટમાં આવ્યા હતા.
જામનગરના ચોકકસ વિસ્તારોમાં વર્લી મટકાના આંકડાનો જુગાર ધમધમી રહયો છે, સમયાંતરે દરોડા પાડવામાં આવે છે, દરમ્યાન જામનગર એલસીબીની ટુકડીને મળેલી બાતમીના આધારે અહીંના ગુજરાતીવાડમાં જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા પુરબીયાની ખડકી બહાર રહેતા અબરાન શબીર કુરેશી, રંગમતી સોસાયટીના શબીર કાસમ બાબી, પીલુડી શેરીના તોહીદ ગુલામહુશેન પઠાણ અને હાપા રોડ જમાતખાના પાસે રહેતા મહમદ દોસમામદ બુખારી સૈયદ નામના શખ્સોને રોકડા ૨૯૭૫૫ તથા બે મોબાઇલ અને વર્લીનું સાહિત્ય મળી કુલ ૩૯૭૫૫ના મુદામાલ સાથે પકડી લીધા હતા. જયારે પટણીવાડનો શબીર હશન કુરેશી ફરાર થઇ ગયો હતો.
બીજા દરોડામાં જામજોધપુરની મોટી હવેલી શેરીમાં રહેતા પાન-બીડીના વેપારી ધર્મેશ ઉર્ફે કાનો અશ્ર્વીન મણવર નામના શખ્સને વર્લીમટકાનો જુગાર રમતા ત્રણ કાપલી, ૨૮૦૦ની રોકડ, એક મોબાઇલ સાથે દબોચી લીધો હાતો, જયારે જેતપુરના ચંદુ ગોહીલ, સમાણાના હિતેશ વાદી, સિકંદર નામના શખ્સો ફરાર થઇ ગયા હતા.
ત્રીજા દરોડામાં કાલાવડની ચમનટેકરીમાં રહેતા રસિદ ઉર્ફે ગોબરો હારુન બાનાણીને કાલાવડ પાણીના ટાંકા સામેના વિસ્તારમાંથી વર્લીનો જુગાર રમતા રોકડા ૪૭૦૦ અને એક બોલપેન કબ્જે કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application