માટીના ખનન માફિયાઓ ઉપર ડેપ્યુટી કલેકટરની તવાઇ બાદ આજે થાનગઢનાં વિજળીયા ગામે ચાલતા ગેરકાયદે કા માટી ખનન ઉપર દરોડા પાડી અઢી કરોડનો મુદ્દામાલ જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનન માફિયાઓમાં દોડધામ મચી ગયેલ હતી
પ્રા માહિતી મુજબ ચોટીલા પ્રાત થાનગઢ પંથકમાં ગેરકાયદે કા કાર્બેાસેલ ઉપર તંત્રએ દરોડા પાડીને કડક કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે વિજળીયા ગામનાં એક ખાનગી સર્વે નંબરની જમીન ઉપર ચાલતા ગેરકાયદેસર માટી ખનન ઉપર પ્રાંત અધિકારીએ ટીમ સાથે દરોડો પાડતા નાસભાગ મચી ગયેલ હતી
આ દરોડા દરમ્યાન રાજુભાઈ વિરજીભાઇ કુમરખાણીયા અને તેના મળતીયા દ્રારા ખાનગી જમીનમાં માટી ખોદકામ કરવામાં આવતું હોવાનું ખુલ્યું હતું તેમજ ખનન પ્રવૃત્તિ માટે વપરાતા બે હીટાચી મશીન અને લઇ જવા માટેના બે પાટલા, બે ડમ્પર, ૭ મોબાઇલ, સબમર્શિબલ પંપ, પંખો, પાઇપ મળી અંદાજે અઢી કરોડ પિયાનો મુદ્દામાલ જ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટૂંક સમયમાં અન્ય સ્થળે ચાલતી ખનન પ્રવૃતિઓ ઉપર પણ માહિતી મળે તબ્બકાવાર દરોડા પાડી ગેરકાયદે પ્રવૃતિડ ડામવા માટે તત્રં કામગીરી કરશે તેવું ચર્ચાઇ રહ્યું છે.
સુરેન્દ્રનગરનાં થાનગઢ, સાયલા, મૂળી, ચોટીલા સહિતનાં વિસ્તારોમાં મોટા પ્રમાણમાં અનેક પ્રકારની ખનીજ ખનન પ્રવૃતિઓ ગેર કાયદેસર ઘણા વર્ષેાથી ચાલતી હોવાનું અને અબજો પિયાનું ખનીજ માફિયાઓ ખોદકામ કરી ચોરી ગયાનું ઝડપાયેલા સાધનો અને ખોદાયેલા ખાણ પી કૂવાઓ ઉપરથી સાબિત થાય છે. ત્યારે મોટા પ્રમાણમાં ચાલતી આ ગેરકાયદેસર ખનન પ્રવૃતિ કોઇના આશિર્વાદ વગર અશકય હોવાની લોકોમાં ચર્ચા છે, સરકારમાં સારા બનતા કેટલાક ખાખી અને ખાદીધારીઓ પણ આ પ્રવૃતિ સાથે સીધા અને આડકતરા સંકળાયેલા હોવાનો સ્થાનિકોમાં ગણગણાટ થઇ રહ્યો છે.
આ અંગે ખાનગી તપાસ કરાવાય તો અનેકની લીલા બહાર આવવાની શકયતા છે! આવા લોકો સમક્ષ પગલા ભરવા જોઈએ તેમ લોકો ઇચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનું ઘટીને રૂા.૯૯,૧૦૦: અખાત્રીજના મુહર્ત માટે ગ્રાહકોની ભાવ ઘટાડા પર મીટ
April 24, 2025 03:31 PMવાવડી ટીપી સ્કિમ નં.૨૬ અને ૨૭માં ૧૯૬ ફૂટ પહોળા રોડ, મહાપાલિકાને ૧૬૫ પ્લોટ મળશે
April 24, 2025 03:20 PMસુરતમાં શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રા નીકળી, પરિવારનું હૈયાફાટ રુદન
April 24, 2025 03:19 PMસર્વેશ્વર વોંકળાનું કામ ઝડપી બનાવવા એક એજન્સીને બબ્બે કામનો કોન્ટ્રાકટ
April 24, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech