BREAKING NEWS

વડવાજડી અને પીપળિયા પાળમાં ગેરકાયદે ખનન પર દરોડો, એક કરોડનો મુદ્દામાલ કબજે

  • July 10, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રામ્ય એઅઓજીની ટીમે લોધિકાના વડવાજડી અને પીપળીયા પાળ ગામે ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ પર દરોડો પાડયા હતાં. જેમાં વડવાજડીમાં ગેરકાયદેસર રેતી–કપચી સંગ્રહ કરતાં 'ઓમ કોંક્રીટ' એકમ પર કાર્યવાહી કરી ૧૯૦ ટન કપચી અને ૧૦૦ ટન રેતી સહિત .૩૪ લાખનો મુદામાલ જ કર્યેા હતો. યારે પીપળીયા પાળમાં મોરમનું ગેરકાયદેસર ખનન કરતાં વાવડીના લીઝ ધારક વિજયપાલસિંહ ચુડાસમાની ધરપકડ કરી જેસીબી, ડમ્પર સહિત .૭૦ લાખનો સમાન જ કરાયો હતો.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અપાયેલી સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં ટીમે મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે લોધિકાના વડવાજડી ગામે વાગુદળ રોડ પર આવેલા 'ઓમ કોંક્રીટ' નામના એકમ પર ખાણ–ખનીજ વિભાગના અધિકારીને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. આ એકમ રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદેસર રીતે રેતી અને કપચીનો સંગ્રહ તેમજ વહન કરવાની પ્રવૃત્તિ કરતો ઝડપાયો હતો. પોલીસ અને ખાણ–ખનીજ વિભાગની સંયુકત રેડ દરમિયાન એક ડમ્પર, ડમ્પરમાં ભરેલી આશરે ૪૦ ટન કપચી, આશરે ૧૦૦ ટન રેતી, આશરે ૧૫૦ ટન કપચી મળી કુલ ૩૪ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.
યારે બીજા દરોડામાં લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. ટીમને વધુ એક સંયુકત બાતમી મળી હતી કે, પીપળીયા પાળ ગામની સીમમાં આવેલી જગ્યામાંથી મોરમ (તાસ) નું ગેરકાયદેસર ખનન અને વહન ચાલી રહ્યું છે. આ હકીકતને આધારે તુરતં જ દરોડો પાડવામાં આવતા લીઝ ધારક વિજયપાલસિંહ બલવંતસિંહ ચુડાસમા (રહે. બ્લોક નં.૨૫, શેરી નં.૧, આંગન સીટી સોસાયટી, ગામ–વાવડી, રાજકોટ) દ્રારા ગેરકાયદેસર ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને જે.સી.બી. મશીન, ડમ્પર અને મોરમ ૧૦૦ ટન મળી કુલ .૭૦.૫૦ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.
બંને દરોડા દરમિયાન કબજે કરવામાં આવેલા તમામ વાહનો અને ખનીજનો જથ્થો ખાણ ખનીજ વિભાગ રાજકોટને સોંપીને વધુ કમ્પાઉન્ડિંગ દડં પેટેની રિપોર્ટ તૈયાર કરી આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને દરોડાનો કુલ મુદ્દામાલ .૧,૦૪,૫૦,૦૦૦ જેટલો થાય છે.
આ કામગીરીમાં એસઓજી પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં પીએસઆઇ પી.બી. મિશ્રા, જી.જે. ઝાલા, તથા હરપાલસિંહ રાઠોડ, રણજીતસિંહ ધાંધલ, વિપુલભાઈ ગોહીલ અને ખાણ–ખનીજ વિભાગની ટીમ સાથે રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News