જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી ડો. નવીન ચક્રવતીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે, ગોંડલ તાલુકાના ગોમટા ગામની સીમમાં આવેલી રમણીકભાઈ ભૂત (રહે. ગોંડલ) ની વાડીના મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે. જે બાતમીના આધારે ગોંડલ તાલુકા પોલીસે અહીં વાડીમાં દરોડો પાડ્યો હતો.
વાડીમાં ફાર્મ હાઉસમાં જુગારની મજા માણતા નવ શખસોને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં હસમુખ લવજીભાઈ રાજા (ઉ.વ 67 રહે. હસનવાડી શેરી નંબર-૩, રાજકોટ), રમેશ શામજીભાઈ જીવાણી (ઉ.વ 55 રહે. રસનાળ તા. જોળીયા), રાજુ દેવકરણભાઈ રાજદેવ (ઉ.વ 67 રહે. પ્રહલાદ પ્લોટ રોડ મેઇન રોડ, કરણપરા રાજકોટ), દિલીપ ચંદુભાઈ જસાણી (ઉ.વ 55 રાધે કૃષ્ણ સોસાયટી, બાબરા), ઈસ્માઈલ જીવાભાઇ વકાલીયા (ઉ.વ 52 રહે વાવડી ચોકડી, મોરબી), હરેશ દયાળજી સૂચક (ઉ.વ 65 રહે. આકાશદીપ સોસાયટી, દૂધસાગર રોડ, રાજકોટ), નિઝામ કરીમભાઈ જેડા (ઉ.વ 44 રહે. વાવડી રોડ, મોરબી), ભાવેશપરી પ્રતાપપરી ગોસાઈ (ઉ.વ 51 રહે. લક્ષ્મીવાડી ક્વાર્ટર, રાજકોટ), કૌશિક હરજીવનભાઈ મેરજા (રહે. ધૂંડળા રોડ, સંસ્કાર રેસીડેન્સી, મોરબી) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 1,06,200 તથા આઠ મોબાઇલ સહિત કુલ રૂપિયા 1.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ તપાસમાં આ ફાર્મહાઉસ ગોંડલના રમણીકભાઈ ભૂતનું હોય જેમાં ગોંડલમાં રહેતા મયુરસિંહ મહિપતસિંહ ઉર્ફે બાબભાઈ ઝાલા(ઉ.વ ૫૬) એ જુગારનો અખાડો ચાલુ કરી અહીં જુગારીઓને બોલાવ્યા હતા. બાદમાં પોલીસે જુગાર રમાડનાર મયુરસિંહ ઝાલાને પણ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ કામગીરીમાં ગોંડલ તાલુકા પોલીસ મથકના થાણા અધિકારી આઇપીએસ ડો.નવીન ચક્રવર્તીની રાહબરીમાં હેડ કોન્સ. ધર્મેન્દ્રસિહ જાડેજા, રૂપકભાઇ બોહરા, કિશનભાઇ ચાવડા, કોન્સ. સંજયભાઇ મકવાણા, ભગીરથભાઇ વાળા, રાજેશભાઇ બાંભવા, રણજીતભાઇ ધાધલ, રવિરાજસીહ વાળા સાથે રહ્યા હતાં.
જુગારના અન્ય દરોડામાં પડધરી પોલીસ મથકના સ્ટાફે થોરયાળી ગામના બસ સ્ટેશનના ઓટા પર જુગાર રમતા જેન્તી સવજીભાઈ નસીત અને જયસુખ મેઘજીભાઈ શિંગાળાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂપિયા 10,600 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMપાકિસ્તાને બેશરમીની તમામ હદ વટાવી: આતંકવાદીઓને ફ્રીડમ ફાઈટર ગણાવ્યા
April 25, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech