કુટણખાના સંચાલકના ત્રણ માણસો, એક ગ્રાહકની ધરપકડ, બંગાળની બે લલનાઓ પાસે દેહ વેપાર કરાવતાઆજકાલ પ્રતિનિધિ રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં એક મકાનમાં ચાલી રહેલા કુટણખાનામાં એન્ટી હૃયુમન ટ્રાફિકીંગ યુનીટની ટીમે ડમી ગ્રાહક મોકલી લોહીના વેપારનો પર્દાફાશ કર્યેા હતો. પોલીસે અહીંથી કુટણખાનું ચલાવનાર ત્રણ માણસો, એક ગ્રાહકને ઝડપી લીધા હતા. જયારે બંગાળની બે લલનાઓ મળી આવી હતી. છેલ્લા ત્રણ માસથી અહીં કુટણખાનું ચાલતું હોવાનું જાણવા મળી રહ્યું છે. એન્ટી હૃયુમન ટ્રાફિકીંગ યુનીટના પીઆઈ બી.એમ.ઝણકાંટની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એવી માહિતી મળી હતી કે કોઠારીયા સોલવન્ટ પાસે કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે કોઠારીયા સોલવંટમાં (છેલ્લા પાનાનું ચાલુ) મહોમદ આરીફ અન્સારી, મહિલા કોન્સ્ટેબલ ભુમીકાબેન ઠાકરે જુદા જુદા વાહનોમાં અહીં પહોંચ્યા હતા. બાદમાં ડમી ગ્રાહક મોકલી અહીં ચાલી રહેલા કુટણખાનાનો પર્દાફાશ કર્યેા હતો. પોલીસે અહીંથી કુટણખાનું ચલાવનારા સંજય વિનુભાઈ ડાભી, કિશન હિંમતભાઈ મકવાણા, શૈલેષ ભરતભાઈ ગોહેલ (રહે. આજીડેમ માડાડુંગર) તેમજ અહીં મોજમજા કરવા આવેલા ગ્રાહક વિરેન્દ્ર મહીપતભાઈ સિંધવ (રહે. કોઠારીયા રોડ, હાપલીયા પાર્ક)ને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન અહીંથી બે રૂપલલનાઓ મળી આવી હતી જે બન્ને મુળ બંગાળની વતની હોય જેની પુછપરછ કરતા અહીં દેહ વ્યાપાર માટે આવતા ગ્રાહક પાસેથી કુટણખાનાના સંચાલક રૂા.એક હજાર લઈ તેને રૂા.૫૦૦ આપતા હોવાનું માલુમ પડયું હતું. તેમજ કુટણખાનાના સંચાલક તરીકે કાલી અને કલ્પેશના નામ ખુલ્યા હતા. જે બન્ને મુખ્ય સુત્રધાર હોવાનું જાણવા મળ્યું છે અને અહીં છેલ્લ ા ત્રણેક માસથી કુટણખાનું ચલાવતા હોવાનું માલુમ પડયું છે. પોલીસે આરોપીઓ સામે ઈમોરલ ટ્રાફીકીંગ એકટ હેઠળ ગુનો નોંધી કુટણખાનાના બન્ને સંચાલકોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ગ્રાહક પાસેથી એક હજાર લઈ લલનાને ૫૦૦ આપતા પોલીસે અહીં કુટણખાના પર દરોડો પાડતા મુળ બંગાળની વતની અને હાલ સુરતમાં રહેતી બે રૂપલલનાઓ મળી આવી હતી. જેની પોેલીસે પુછપરછ કરતા આ બન્ને લલનાઓ પૈકી એક લલના એક મહિના પુર્વે અહીં આવી હોવાનું અને અન્ય ગઈકાલે આવી હોવાનું જાણવા મળ્યું હતું. બન્નેએ જણાવ્યું હતું કે, કુટણખાનાના સંચાલકો ગ્રાહકો પાસેથી રૂા. એક હજાર લઈ તેને ગ્રાહક દીઠ રૂા.૫૦૦ આપતા હતા
ગ્રાહકને વાહન લઈ તેડવા જતાં
કુટણખાનાના આ માણસો જયારે કોઈ ગ્રાહક અહીં રંગરેલીયા મનાવવા માટે સંપર્ક કરે ત્યારે તેને સીધું જ મકાનનું સરનામુ દેતા ન હતા પરંતુ તેને કોઠારીયા સોલસવન્ટમાં બોલાવતા બાદમાં કુટણખાનાના આ માણસો પૈકી કોઈ એક બાઈક લઈને તેને તેડવા માટે જતો હતો અને આ સમયે ગ્રાહકની વર્તન પરથી કોઈ ખતરો ન હોવાનું માલુમ પડયા બાદ જ તેને જયાં લોહીનો વેપાર થતો તે મકાને લઈ જતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech