જય ભવાની, રામ ઔર શ્યામ, આઝાદ હિન્દ ગોલામાં દરોડા

  • April 23, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાળાની ઋતુમાં રાજકોટ શહેરમાં સતત છેલ્લા એક પખવાડિયાથી ટાઇફોઇડ અને ઝાડા ઉલટી સહિતના પાણીજન્ય રોગચાળાના કેસ વધતા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને ફડ શાખા દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં જય ભવાની ગોલા, રામ ઔર શ્યામ ગોલા તેમજ આઝાદ હિન્દ ગોલા સહિતની આઇસ ગોલાની એક ડઝન દુકાનોમાં દરોડા કાર્યવાહી હાથ ધરીને ૨૧ કિલો વાસી રબડીનો જથ્થો જ કરી તેનો નાશ કર્યેા હતો તેમજ વિવિધ લેવરના સિરપના ત્રણ સેમ્પલ લેવાયા હતા તેમજ હાઇજેનિક કન્ડિશન જાળવવા તેમજ ફડ લાયસન્સ લેવા અને રિન્યુ કરાવવા સહિતના મુદ્દે નોટિસો ફટકારાઇ હતી. પાણીજન્ય રોગચાળાનું મુળ બજારમાં વેંચાતો બરફ અને તે બરફ નાખીને અપાતા આઇસ કોલ્ડ પીણાં છે પરંતુ મહાનગરપાલિકાએ આઇસ ફેકટરીઓમાં જઇ ને તેઓ કેવા  પાણીમાંથી બરફ બનાવે છે ? તેનું ચેકિંગ કરવાને બદલે બરફમાંથી બનતા ગોલા વેંચતા વેપારીઓને ત્યાં દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. અલબત્ત રાજકોટ શહેરના આઇસ ગોલાના અનેક ધંધાર્થીઓ ભૂતકાળમાં વાસી પદાર્થેા, સેકરિન યુકત ચાસણી તેમજ હલકી ગુણવત્તાના અને હાનિકારક કલરયુકત લેવર સિરપનો વપરાશ કરતા અનેક વખત ઝડપાઇ ચુકયા છે.

કઇ દુકાનમાંથી શું વાંધાજનક મળ્યું, શું કાર્યવાહી થઇ ?
(૧) આઝાદ હિન્દ ગોલાવાળા, ત્રિકોણ બાગ પાસેની દુકાનમાંથી પડતર રહેલ માવાની રબડી ત્રણ કિલોનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ
(૨) રામ ઔર શ્યામ ગોલાવાલા, પેલેસ રોડની દુકાનમાંથી પડતર રહેલ માવાની રબડી પાંચ કિલોનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ
(૩) ગાત્રાળ આઇસ ગોલા, બોલબાલા માર્ગ ખાતેથી પડતર રહેલ માવાની રબડી ત્રણ કિલોનો નાશ તથા લાઇસન્સ મેળવવા નોટિસ
(૪) રામ ઔર શ્યામ ગોલાવાલા,ભકિતનગર સર્કલની દુકાનમાંથી પડતર રહેલ માવાની રબડી પાંચ કિલોનો નાશ તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટિસ
(૫) રામ ઔર શ્યામ ગોલાવાલા, વીર ભગતસિંઘ શોપિંગ સેન્ટર, કોઠારીયા રોડ ખાતેથી પડતર રહેલ માવાની રબડી પાંચ કિલોનો નાશ તથા લાઇસન્સ મેળવવા નોટિસ
(૬) રામકૃપા ગોલાવાલા, બોલબાલા માર્ગ ખાતે ચેકિંગ
(૭) ગોરબદં ગોલા, કનૈયા ચોક, રૈયા રોડ ખાતે ચેકિંગ
(૮) સહજાનદ ગોલા, રૈયા રોડ ખાતે ચેકિંગ
(૯) સંગમ ગોલા, રૈયા રોડ ખાતે ચેકિંગ
(૧૦) જય ભવાની ગોલા, કાલાવડ રોડ, મહિલા કોલેજ ચોકમાં ચેકિંગ
(૧૧) રામ ઔર શ્યામ ગોલાવાલા, કાલાવડ રોડમાં ચેકિંગ
(૧૨) સંગમ ગોલા, ઇન્દિરા સર્કલ પાસે, યુનિવર્સિટી રોડ ખાતે ચેકિંગ

સ્ટ્રોબેરી અને કાચી કેરી લેવરના સિરપનું સેમ્પલિંગ
(૧) સ્ટ્રોબેરી ફલેવર ગોલા માટેનું સીરપનું સેમ્પલ સ્થળ– રામ ઔર શ્યામ ગોલાવાલા, રોયલ પેલેસ, જલારામ પેટ્રોલ પપં સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી લેવાયું હતું.
(૨) કાચી કેરી ફલેવર ગોલા માટેનું સીરપનું સેમ્પલ સ્થળ– રામ ઔર શ્યામ ગોલાવાલા, રોયલ પેલેસ, જલારામ પેટ્રોલ પપં સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી લેવાયું હતું.
(૩) બરફ ગોલાનું કાચી કેરી ફલેવરનું સિરપનું સેમ્પલ જય ભવાની એન્ટરપ્રાઇઝ, જય ભવાની ડ્રાયફ્રટ ડીશ ગોલા, મહિલા કોલેજ ચોક, અંડર બ્રિજની ઉપર, રાજકોટ ખાતેથી લેવાયું હતું.

રૈયા રોડના સિટી આઇસ્ક્રીમમાં ૧૦૦ વાસી કેન્ડીનો નાશ, નોટિસ
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સિટી આઇસ્ક્રીમ, આશરા ચેમ્બર, રૈયા રોડ, રાજકોટની તપાસ કરતાં સ્થળ ઉપર ફિઝમાં સંગ્રહ કરેલ એકપાયરી ડેટ વગર કે ઉત્પાદનની વિગતો દર્શાવ્યા વગરની પડતર રહેલ રાજ બ્રાન્ડ કેન્ડી વાસી અખાધ જણાતા કુલ ૧૦૦ નગં પેકિગનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application