પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના સંદેશખાલીમાં ઈડી ટીમ પર હત્પમલાના માસ્ટરમાઈન્ડ શાહજહાં શેખ પર સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ ગુવારે શાહજહાં શેખ દ્રારા સંદેશખાલી અને તેની આસપાસની જમીન હડપ કરવાના સંદર્ભમાં દરોડા પાડા હતા. ઈડીએ આ મામલે પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો છે અને કુલ ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
સંદેશખાલીમાં હિંસા પહેલા જાન્યુઆરીમાં ઈડીની ટીમ રાશન કૌભાંડ કેસમાં દરોડા પાડવા શાહજહાં શેખના પરિસરમાં પહોંચી હતી. આ દરમિયાન શાહજહાંના સમર્થકો દ્રારા ઈડી ટીમ પર હત્પમલો કરવામાં આવ્યો હતો. સીબીઆઈ હવે આ મામલાની તપાસ કરી રહી છે. કોર્ટના નિર્ણય બાદ શાહજહાં શેખની કસ્ટડીની સાથે ઈડી પર હત્પમલાનો કેસ પણ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે હવે સીબીઆઈએ શાહજહાંના ભાઈ આલમગીર શેખને સમન્સ પાઠવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ વહેલી સવારે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ નેતા શાહજહાં શેખના ઘર પર દરોડા પાડવાનું શ કયુ છે. ઈડીની ટીમ સાથે કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો પણ ત્યાં છે. સંદેશખાલીમાં શાહજહાંના ઈંટના ભઠ્ઠા તેમજ ધામખલીમાં તેના ઠેકાણા પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડીના અધિકારીઓ મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સના જવાનોને પોતાની સાથે લઈ ગયા છે. ઇડી અધિકારીઓ સાથે મહિલા કેન્દ્રીય દળની એક ટીમ પણ છે. વહેલી સવારે ૬.૩૦ વાગ્યે આ ટીમ સંદેશખાલી વિસ્તારમાં પહોંચી હતી. નોંધનીય છે કે ૫ જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળ રાશન કૌભાંડ મામલામાં અકુંજીપારા સ્થિત શાહજહાં શેખના ઘરે દરોડા દરમિયાન ઈડી અધિકારીઓ પર લગભગ ૨૦૦ સ્થાનિક લોકોએ હત્પમલો કર્યેા હતો. આ અથડામણમાં ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech