રાહુલ ગાંધી મોદી પર આકરાપાણીએ : કોરોનાના વધતા કેસનો ગ્રાફ બનાવી કર્યુ ટ્ટ્વીટ

  • August 13, 2020 09:58 PM 503 views

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ વધુ એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતા સિશિયલ સાઈટમાં પોસ્ટ અપલોડ કરી છે. દેશમાં વધી રહેલા કોરોના મહામારીના કેસને મુદ્દો બનાવીને વડાપ્રધાન પર કટાક્ષ કર્યો છે.

 

આજે સાંજે રાહુલ ગાંધીએ સોશિયલ સાઈટસ ટ્ટ્વીટર પર કોરોનાના વધતા કેસને લઈને ટ્ટ્વીટ કર્યુ હતું. ભારતમાં કોરોનાનો કહેર કેટલો વધી રહ્યો છે, પરિસ્થિતિ કેટલી ગંભીર થઈ રહી છે તે રાહુલે ગ્રાફ દ્વારા સમાજાવ્યું અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘જો આ PMની સંભાડેલી સ્થિતિ હોય ખરાબ, બગડેલી પરિસ્થિતિ કોને કહેવાય?’

 

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ રાહુલ વડાપ્રધાન મોદી પર અવાર નવાર આકરા પ્રહારો કરી ચુક્યા છે. જ્યારે વાત દેશની સુરક્ષાની છે તો અને આંકડાઓ બોલી રહ્યા છે ત્યારે રાહુલ તે આંકડાઓની સાબિતી સાથે મોદીને સવાલ કરતા જોવા મળી રહ્યા છે.   

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application