ખંભાળિયામાં એનએસયુઆઇ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરાઈ

  • June 21, 2021 11:05 AM 

    કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા યુવાઓના પ્રેરણા સ્ત્રોત રાહુલ ગાંધી ના 51માં જન્મદિવસની ઉજવણી ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એનએસયુઆઇ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી, ઉજવણી કરવામાં આવી હતી.

    હાલ કોરોનાની મહામારીમાં રાજ્યની અછત હોવા ઉપરાંત કેટલાક રક્તદાતાઓ કોરોના સમયમાં ડરે છે, ત્યારે દેવભૂમિ દ્વારકા એનએસયુઆઇ દ્વારા અહીંની સરકારી હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી અને રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરી લોકો ને મદદરૂપ થવાનો પ્રયાસકરવામાં આવ્યો હતો. જેમાં એનએસયુઆઇ ના જિલ્લા પ્રમુખ દાનાભાઈ માડમ, હિતેષ નકુમ, યુવરાજસિંહ વાઢેર, ગોવિંદ કણઝારીયા, હિતેષ માડમ, રાજશી કંડોરીયા સહીતના કાર્યકરો જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS