કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે એક દિવસની મુલાકાતે રાયબરેલી પહોંચ્યા છે. મંગળવારે સવારે ૧૦ વાગ્યે રાહુલ લખનૌ એરપોર્ટ પર ઉતર્યા હતા. રોડ માર્ગે રાયબરેલી પહોંચ્યા હતા. રસ્તામાં રોકાઈને તેમણે બછરાવનમાં ચુરવા હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યાં તેઓ ૧૫-૨૦ મિનિટ સુધી રોકાયા હતા. રાહુલે મતદાનના દિવસે પણ આ મંદિરમાં પૂજા પણ કરી હતી.
લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રાહુલની આ તેમના સંસદીય મત વિસ્તારની બીજી મુલાકાત છે. રાહુલના આગમનને લઈને પાર્ટી કાર્યકરોની સો જિલ્લાના લોકોમાં પણ ઉત્સાહ છે.રાહુલ ગાંધી ભૂમૌ ગેસ્ટ હાઉસમાં પાર્ટી કાર્યકર્તાઓને મળશે. તેમજ તેમની સો જિલ્લાના વિકાસ કામોની ચર્ચા કરશે, જેી સાંસદ ચૂંટાયા બાદ જિલ્લાના વિકાસના કામોને પ્રામિકતા આપી શકાય. આ ઉપરાંત તેઓ ગેસ્ટ હાઉસમાં જ લોકો સો પણ મુલાકાત કરશે.
રાહુલ ગાંધીની રાયબરેલી પ્રામિકતા આપે છે. આ વાતનો ઉલ્લેખ તેમણે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કર્યો હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભૂમૌ ગેસ્ટ હાઉસમાં બેઠક દરમિયાન પાર્ટીને વધુ શક્તિશાળી બનાવવા પર ચર્ચા શે. ૧૯ જુલાઈ, ૨૦૨૩ ના રોજ સિયાચેન ગ્લેશિયરમાં શહીદ યેલા કેપ્ટન અંશુમાન સિંહના પરિવાર સો પણ રાહુલ ગાંધી મુલાકાત કરી શકે છે.
અસાધારણ બહાદુરી દર્શાવતી વખતે કેપ્ટન અંશુમાન સિંહ ત્રણ લોકોના જીવ બચાવતા શહીદ યા હતા. કેપ્ટન અંશુમનને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. શહીદની પત્ની સ્મૃતિએ આ સન્માન મેળવ્યું હતું. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પંકજ તિવારીએ કહ્યું કે શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની સ્મૃતિ મંગળવારે ભૂમૌ ગેસ્ટ હાઉસમાં રાહુલ ગાંધીને મળી શકે છે. રાહુલ પાર્ટી કાર્યકર્તાઓ, વકીલો, ડોક્ટર્સ એસોસિએશન અને વેપારી સંસઓને મળશે. રાયબરેલી એઈમ્સમાં પણ જશે. ૫ દિવસમાં રાહુલની આ બીજી યુપી મુલાકાત છે. રાહુલ ૩જી જુલાઈએ હારસ ગયા હતા. ત્યાં તેઓ હારસ પીડિતોને મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech