રાજા રજવાડાઓ ગમે ત્યારે ગમે તેની જમીન હડપ કરી લેતા હતા તેવા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નિવેદન પર બોલતા ગુજરાત પ્રદેશ ભાજપ્ના ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઈ બોઘરા એ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે. ક્ષત્રિય સમાજ તેનાથી ભારે નારાજ છે. રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ.
150 ફૂટ રીંગ રોડ પર આવેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા ભરતભાઈ બોઘરા એ જણાવ્યું હતું કે આવા નિવેદન કરતા પહેલા રાહુલ ગાંધીએ ઈતિહાસ જાણી લેવો જોઈએ. રાજા રજવાડાઓએ જમીન છીનવી નથી પરંતુ દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલના એક આહવાનથી પોતાના રાજપાટ આપી દીધા છે.જો ભાજપ 400થી વધુ બેઠકો સાથે સત્તા પર આવશે તો બંધારણ બદલી નાખવામાં આવશે અને અનામત બંધ કરી દેવાશે તેવા કોંગ્રેસ દ્વારા થઈ રહેલા અપપ્રચાર નો જવાબ આપતા ભરતભાઈ બોઘરા એ જણાવ્યું હતું કે ઉલટા નું કોંગ્રેસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું અપમાન કર્યું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્યારેય ધર્મના આધારે અનામતની વાત કરી નથી પરંતુ કોંગ્રેસે આવી વાતો કરી છે.ડોક્ટર બોઘરાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તે આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને તુષ્ટીકરણની નીતિ અપ્નાવી રાજકારણ કરે છે. કોંગ્રેસનું ચાલે તો તમારી વારસાગત સંપત્તિ પણ અન્યને આપી દે તેમ છે. રાહુલ ગાંધીથી માંડી રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી સુધીના કોંગ્રેસીઓ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના મામલે વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે.
લોકસભાની આગામી ચૂંટણીમાં ખેડૂતો યુવાનો મહિલાઓ સહિત સમાજના તમામ વર્ગને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ઘણી આશા છે.
શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ભાજપ્ના પ્રમુખ મુકેશભાઈ દોશી મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech