લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે. લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો. આગામી વિધાનસભાને અઢી વર્ષ કરતા વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણશિંગુ ફૂંકવા ગુજરાત આવી પહોંચ્યા છે.
છેલ્લે કર્ણાટકના બેલગાવીમાં મળેલી સીડબલ્યુસીની બેઠકમાં સંગઠનનું માળખું મજબૂત કરવા પર ભાર મૂકાયો હતો. કેન્દ્રના સંગઠન વર્ષની શરૂઆત રાહુલ ગાંધીએ આજે રાહુલ ગાંધીએ ગુજરાતથી કરી છે. આ બે દિવસમાં રાહુલ ગાંધી બ્લોક લેવલથી સિનિયર નેતાઓને મળશે. તમામના ફીડબેક મેળવ્યા બાદ કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફારો થશે.
રાહુલ ગાંધી સવારથી લઈ સાંજ સુધીમાં 500 જેટલા કોંગ્રેસીઓને મળશે. જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈ હાલના રાજ્યના તથા પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે. આમ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસશે. ઉલ્લેખનીય છે કે સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરશે.
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. હાલના સંગઠન માળખામાં બદલાવને લઈ પણ ચર્ચા થશે. એપ્રિલથી યોજાનાર સંવિધાનયાત્રા અંગે બેઠકમાં ચર્ચા થશે.
પૂર્વ પ્રદેશ પ્રમુખો અને નેતા વિપક્ષ સાથેની બેઠક પૂર્ણ
રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનના પહેલા માળ પર યોજેલી પહેલી મિટિંગમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી, ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, સંગઠન સચિવ કે.સી. વેણુગોપાલ, એઆઇસીસી સેક્રેટરી ઉષા નાયડુ, પૂર્વ સાંસદ અમી યાજ્ઞિક, પૂર્વ પ્રદેશ પ્રમુખો સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોર હાજર રહ્યા હતા.
કોંગ્રેસમાં નહીં ભાજપમાં અલગ અલગ જૂથ છે: લાલજી દેસાઈ
સેવાદળના રાષ્ટ્રીય સંયોજક લાલજી દેસાઈએ જણાવ્યું કે, આજે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે અને તેઓ કાર્યકર્તાઓ સાથે સતત 2 દિવસ સંવાદ કરશે. રાહુલ ગાંધી બ્લોક સ્તરથી લઈ પ્રદેશના નેતાઓ સાથે શું ભૂલ થઈ અને શું સુધારવાની જરૂર છે તેના પર મંથન કરશે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે, તમને ગુજરાતમાં હરાવીશું. આ જ વાતને લઈ કોંગ્રેસનો એક એક કાર્યકર કેવી રીતે લડવું તેની તૈયારી કરી રહ્યો છે. આ બધા મળીને લડે તે માટે એક નવી રણનીતિ બનશે. કોંગ્રેસનો કાર્યકર પદ યાત્રા દ્વારા લોકો વચ્ચે જશે અને સરકાર સામે બાથ ભીડવાનું કામ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech