ઝાકિર હુસૈન સાથે આબ્લમ બનાવવાનું રહેમાનનું સ્વપ્ન હતું

  • December 18, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લિજેન્ડરી સંગીતકારે કહ્યું મારું એ સ્વપ્ન ક્યારેય પૂરું નહી થાય
ફેમસ તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના અહેવાલે આખા સંગીત જગતને ઉંડા શોકમાં ગરકાવ કરી દીધો છે. તેમનું યોગદાનથી તેમને માત્ર ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તરે પણ નામના મળેવી છે. સંગીતકાર અને કમ્પોજર એ.આર રહેમાને હવે ઉસ્તાદ સાથેની તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન એ.આર રહેમાને પોતાના એક અફસોસનો પણ ઉલ્લેખ કર્યો હતો.અને કહ્યું કે અમે સાથે મળીને એક આલ્બમ બનાવવાના હતા. હવે એ સ્વપ્ન મારું સ્વપ્ન જ રહી જવાનું છે.
એ.આર.રહેમાનને ઝાકિર હુસૈનના નિધનના અહેવાલ સાંભળ્યા બાદ ઝાકિર હુસૈન સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરો સાથે તેમણે ફૂલો અને પ્રાર્થનાની ઇમોજી પણ મૂક્યા, જે દર્શાવે છે કે ઝાકિરના નિધનથી તે કેટલા આઘાતમાં છે.
સોમવારે એ.આર રહમાનને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઉસ્તાદ ઝાકિર હુસૈનની સાથે વિતાવેલા સમયને યાદ કરીને લખ્યું, ‘ઇન્ના લિલાહી વા ઇન્ના ઇલાહી રાજીઉન. ઝાકિર ભાઈ એક પ્રેરણા સ્ત્રોત હતા, તેમની ખાસિયત એવી મોટી હતી કે તબલાને આખી દુનિાયામાં તેમણે ઓળખ અપાવી.
રહેમાને જણાવ્યું હતું કે, અમે બન્ને એક સાથે એક આબ્લમ પર કામ કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, મને એ વાતનો અફસોસ છે કે અમે જેટલું કામ કરી શકતા હતી, એટલું સાથે કરી શક્યા નહોતા. અમે બન્ને જણાંએ સાથે મળીને એક આબ્લમ બનાવવાની યોજના બનાવી હતી, પરંતુ હવે આ સપનું અધુરું રહી ગયું. તમે હંમેશાં યાદ આવશો. ભગવાનને પ્રાર્થના છે કે તેમના પરિવાર અને અગણિત પ્રશંસકોને અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application