લગ્ન પ્રસંગના સાતેક જેટલા કુરીવાજોની પ્રથા નાબુદ કરવાનો પ્રયાસ કરાયો: સમાજને ચિંઘ્યો નવો રાહ
હાલાર પંથકના સિંગચ ગામના વતની સિંગચ લોહાણા સમાજના પ્રમુખ અને સમસ્ત હાલાર લોહાણા સમાજના અગ્રણી બાબુલાલ ભીમજીભાઇ બદીયાણીએ પુત્ર કૈલાસભાઇ (સિકકા લોહાણા મહાજન પ્રમુખ)ના પુત્ર ચિ.પાર્થના શુભલગ્ન ચિ.વિશ્ર્વા સાથે તાજેતરમાં યોજાયેલ હતાં.
આ લગ્ન પ્રસંગમાં અનેક કુરીવાજોને તિલાંજલી આપી હતી, સગાઇ તેમજ લગ્ન પ્રસંગમાં જાન આગમન વખતે સમયનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે, જાન સમયસર ગયેલ અને સમયસર પરત આવેલ, સામૈયા સમયે છોકરાઓ અને બહેનોએ ઉતારાની અંદરના ગ્રાઉન્ડમાં જ ડાન્સ મયર્દિામાં રહી કરેલ, સામૈયા સમયે પિયા ઉડાડવાની સખત મનાઇ, લગ્ન દરમ્યાન એક પણ ફટાકડા ફોડવામાં આવ્યા ન હતાં, જાન આગમન પછી દીકરા-દીકરીએ બ્યુટીપાર્લરમાં નહીં જઇ સમયનો બચાવ કરેલ, સામૈયા સમયે વરરાજા માંડવે આવેલ ત્યારે વર તથા ક્ધયાને ઉપર ઉંચકી ફુલમાળા નહીં પહેરાવી અને અરસપરસ ફુલમાળા આરોહણ કરી આમ અલગ-અલગ સાતેક જેટલા કુરીવાજોની તિલાંજલી આપી અને સમય તથા પૈસાનો વ્યય થતાં અટકાવ્યો છે તેવી પ્રથાઓને બંધ કરી અને લગ્ન પ્રસંગનો અનેરો આનંદ સમય સાથે બદીયાણી પરીવારે પોતે પણ માણ્યો અને આંગણે પધારેલ સગા, સંબંધીઓ, સ્નેહી, શુભેચ્છકો, મહેમાનોએ પણ લ્હાવો લીધો હતો.
આ બાબતે બાબુભાઇના પુત્ર અને સિકકા લોહાણા મહાજનના પ્રમુખ અને વરરાજાના પિતા કૈલાસભાઇ સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું છે, આવા સમાજ ઉપયોગી અનુકરણીય પગલા ભરવાની પહેલ આશરે એક માસ પહેલા બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ)એ પોતાના પૌત્રના લગ્ન પ્રસંગમાં આઠ જેટલા કુરીવાજોને તીલાંજલી આપી અને અનેક પ્રથાઓ બંધ કરેલ તેનાથી પ્રેરણા લઇ મે પણ મારા પુત્રના લગ્ન પ્રસંગમાં વડીલોના આગ્રહને માન આપી અને આ સત્યુત પગલું ભર્યુ હતું અને અમારી જે જ્ઞાતિના અન્ય દીકરા-દીકરાના માતા-પિતા પણ પોતાના દીકરા-દીકરીઓના લગ્નમાં આવા કુરીવાજો બંધ કરી અનુકરણીય પગલું ભરી સમાજમાંથી કુરીવાજો નાબુદ કરવા પર ભાર આપેલ અને સમાજ બાબતે વધુને વધુ જાગૃત બને તેવી લાગણી વ્યકત કરી હતી.
આ મુલાકાત પ્રસંગે ભાટીયાના પ્રેસ પ્રતિનિધિ અને રઘુવંશી સમાજના યુવા આગેવાન નિલેશ કાનાણી સાથે જામનગરના અગ્રણી વકીલ અને લોહાણા સમાજના સેવાભાવી ઉત્સાહી આગેવાન ભરતભાઇ કાનાબાર સાથે રહ્યા હતાં અને સમાજ હીત અંગેની અનેક ચચર્ઓિ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech