જામનગર જિલ્લાના વિજ પ્રશ્ર્નોનો ઝડપી ઉકેલ લાવો: રાઘવજી પટેલ

  • July 23, 2021 10:48 AM 

ધારાસભ્યએ ઉર્જામંત્રીને મળી દશર્વિી વાસ્તવિકતા: તાકિદે નિકાલ કરવા સૂચના

જામનગર તાલુકાના જાંબુડા ગામને નાની બાણુંગાર 66 કે.વી.માંથી સ્પેશિયલ ફિડર આપવું, સુપર સ્પીનટેક્ષ પ્રા.લિ.ના વારંવાર વિજ જોડાણમાં થતાં ભંગાણ નિવારવા, ગુણવત્તાવાળા કેબલ નાખવા, ખીમલિયા ગામને અલગ ફિડરથી વિજ પુરવઠો પૂરો પાડવા, કડવા પટેલ કેળવણી મંડળ સંચાલિત સ્કૂલ આગળના રોડથી પસાર થતી 11 કેવી હેવી લાઈન ખસેડવા, ખીજડિયા ગામે 66 કેવી સબ સ્ટેશનનું બાંધકામ ચાલુ હોવાના કારણે ખેડૂતોને અવર-જવર માટેનો રસ્તો બંધ થયેલ હોય, પુલ કે કોઝ-વે બનાવી બનાવી આપવા, ફલ્લા ગામે એસએસથી ગ્રામ્ય વિસ્તાર તથા વાડી વિસ્તાર માટે અલગ ફિડર આપવા, ગંગાજળા ગામે નવું સબ સ્ટબેશન બનાવવા, ખીજડિયા ગામે કાયમી હેલ્પરની નિમણૂંક કરવા, ચંદ્રગઢ ગામલ લૉ-વૉલ્ટેજનો પ્રશ્ર્ન હોય વધારાનું ટીસી મૂકવા, પસાયા ગામે પારેલ વાડી વિસ્તારમાં વધારાનું ફિડર આપવા, સચાણા ગામે જેજીવાય ફીડરમાં અલગ ટીસી તથા વીજ પોલ નાખવા જેવી બાબત ઉપરાંત જોડિયા તાલુકાના નેસડા ગામે નવું ટીસી મૂકવા, જોડિયા ગામે દલિત સ્મશાનમાં ખાસ અંગભૂત યોજનામાંથી વીજળીકરણ કરવા, 66 કેવી એસએસમાં નવા ફીડર માટે પેનલ રાખવા, બાલાચડી પ્રાથમિક શાળાની બાજુમાં નવું ટીસી ઉભું કરવું તેમજ ઢીલા વીજ વાયર ખેંચવા અને નમી ગયેલાં વીજ પોલની મરામત કરવા, બાદનપર ગામે નવું સબ સ્ટેશન બનાવવા બાબત.

આ ઉપરાંત ધ્રોલ તાલુકાના ટાઉન અને ધ્રોલ ગ્રામીણ વિભાગનું ત્રિમૂર્તિ અને જામનગર ગ્રામિણ પેટા વિભાગમાંથી ફલ્લા ખાતે નવા ધ્રોલ ગ્રામિણ (ર) પેટા વિભાગની રચના કરવી, વાવડી એજીબાય ફરગેશન લાઈન શ કરવા, 66 કેવી લતીપુર સબ સ્ટેશનમાંથી ફીડરોનું બાય ફરગેશન કરવા, બીજલકા ગામે 66 કેવી સબ સ્ટેશન મળવા, મોટા સગાડિયા ગામે ભરવાડ વસાહતમાં મંજૂર થયેલ જ્યોતિ ગ્રામ ચાલુ કરવા, જાયવા ગામે નવું સબ સ્ટેશન બનાવવા સહિતની બાબતોની રજૂઆતો કરી હતી.

જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે ઉપર મુજબના ગામોના પીજીવીસીએલ વિભાગના જુદા-જુદા પ્રશ્ર્નો મિટીંગમાં રજૂ કરતાં મેનેજિંગ ડિરેક્ટરે આ પ્રશ્ર્નો તાકિદે નિકાલ લાવવાની સૂચના આપી ખાતરી આપેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS