રાઘવ ચઢ્ઢાનું પ્રીત ગીલ કનેક્શન અને આપનું ખાલિસ્તાની કનેક્શન

  • March 29, 2024 12:53 PM 

થોડા દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સંસપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડી આપની ચિંતા વધી ગઈ છે. હવે રાઘવ ચઢ્ઢાની આવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ ઈ રહી છે જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે. ૨૩ માર્ચે બીજેપી નેતા અમિત માલવિયાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાઘવ ચઢ્ઢાનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં રાઘવ બ્રિટિશ નેતા પ્રીત કૌર ગિલ સો જોવા મળે છે. રાઘવ ચઢ્ઢા હાલમાં આંખની સારવાર માટે લંડનમાં છે અને આ દરમિયાન તેઓ સાંસદ પ્રીત કૌર ગિલને મળ્યા હતા. લેબર પાર્ટીના સાંસદે તેમની મીટિંગનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. હવે ભારતીય જનતા પાર્ટીના નેતાએ આ તસવીર શેર કરીને સવાલો ઉભા કર્યા છે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે રાઘવ લંડનમાં જે બ્રિટિશ સાંસદને મળી રહ્યો છે તે ખાલિસ્તાન અલગતાવાદ અને સામાજિક રીતે ભારત વિરોધી ભાવનાઓની હિમાયત કરવા માટે જાણીતા છે. ૫૧ વર્ષની પ્રીત કૌર ગિલ બ્રિટનની પ્રમ શીખ મહિલા સાંસદ છે. તેમનો જન્મ ૨૧ નવેમ્બર ૧૯૭૨ના રોજ બર્મિંગહામ, ઈંગ્લેન્ડમાં યો હતો. પ્રીતના પિતાનું નામ દલજીત સિંહ શેરગિલ છે અને તે પંજાબ, ભારતના છે. તેમના પિતા ખેડૂત, ફોરમેન અને બસ ડ્રાઈવર હતા. તેની માતા દરજીનું કામ કરતી હતી. આ પરિવાર ૧૯૬૦માં ઈંગ્લેન્ડ શિફ્ટ યો હતો. પ્રીતના પિતા દલજીત સિંહ યુનાઇટેડ કિંગડમના પ્રમ ગુરુદ્વારા ગુરુ નાનક ગુરુદ્વારા સ્મેવિકના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ૨૦૧૪માં ૭૦ વર્ષની વયે તેમનું અવસાન યું હતું. તેમની પુત્રી એટલે કે પ્રીત કૌર ગિલ બ્રિટિશ લેબર પાર્ટીની નેતા છે. પ્રીત ૨૦૧૭ ી એજબેસ્ટન, બર્મિંગહામ માટે સાંસદ છે અને ૨૦૨૩ ી પ્રામિક સંભાળ અને જાહેર આરોગ્ય મંત્રી છે. પ્રીતના પરિવારમાં છ ભાઈ-બહેનો છે. તેણીએ સામાજિક કાર્યકર સુરેશ સિંહ ચોપરા સો લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રીઓ છે. પ્રીત કૌર ગિલે ફેબ્રુઆરીમાં હાઉસ ઓફ કોમન્સમાં આરોપ લગાવ્યો હતો કે ભારત સોના સંબંધો ધરાવતા એજન્ટો બ્રિટનમાં શીખોને નિશાન બનાવી રહ્યા છે. ગિલે એક ભાષણમાં જણાવ્યું હતું કે કેટલાક બ્રિટિશ શીખો પણ આંતરરાષ્ટ્રીય દમન માટે હિટ લિસ્ટ પર હતા અને બ્રિટિશ સરકારના પ્રતિભાવ વિશે સુરક્ષા મંત્રી ટોમ તુગેન્ધાટને પ્રશ્ન કર્યો હતો. આ સિવાય ઓગસ્ટ ૨૦૨૦માં પ્રીત કૌર ગિલ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ક્ધઝર્વેટિવ બ્રિટિશ સાંસદ રામિંદર સિંહ રેન્જર સો જાહેર વિવાદમાં ફસાઈ ગઈ હતી. તે સમયે સાંસદ રામિન્દર સિંહે પોસ્ટ કર્યું હતું કે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ખાલિસ્તાનનું સર્મન કરતા ની. યુએન ચાર્ટરમાં સમાવિષ્ટ સ્વ-નિર્ણયના સિદ્ધાંતને ટાંકીને ગિલે તરત જ તેમને પડકાર ફેંક્યો. આ પ્રીત ગીલ સો સંબંધ રાખવો ખાલિસ્તાનીઓ સો સંબંધ રાખવા જેવું છે. આમ પણ હમણા ખાલિસ્તાની આતંકી પનનુએ એવો આક્ષેપ કર્યો હતો કે આપને ખાલિસ્તાની સંગઠને કરોડો રૂપિયા આપ્યા છે. જોકે ખાલિસ્તાનીઓએ રૂપિયા આપ્યા હોય તો એક ખાલિસ્તાની જ તે વાત જાહેર કરે એ ગળે ઉતરે એવું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application