રાજકોટ–જેતપુર સિકસ લેન હાઇવેની કોન્ટ્રાકટ એજન્સીના ૬૦ વાહનોમાં રેડિયમ રીફલેકટર લગાવાયા

  • February 10, 2024 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માર્ગ સલામતિ માસ–૨૦૨૪ની ઉજવણી અંતર્ગત રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરના માર્ગદર્શન હેઠળ રાજકોટ આરટીઓ કે.એ.ખપેડ અને ટીમ દ્રારા જેતપુર તાલુકાની શ્રી જી.કે. એન્ડ સી.કે. બોસમીયા આર્ટસ–કોમર્સ કોલેજ ખાતે વિધાર્થીઓને અકસ્માતની ગંભીરતા, ટ્રાફિકના નિયમો, અકસમાતમાં ઘાયલ વ્યકિતને મદદ કરવી અને રોડ સેટીની વિવિધ બાબતે માહિતી અને માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડીયા દ્રારા રાજકોટ થી જેતપુર સિકસ લેન હાઈવેનું કામ ચાલુ છે ત્યાં વિરપુર નજીક કોન્ટ્રાકટ કંપનીના સાઈટ કેમ્પ પર જઈ ટ્રક,ડમ્પર સહિતનાના ૫૦ જેટલા ડ્રાઇવરોને આરટીઓ અધિકારી કે.એમ.ખપેડ તથા જિલ્લા ટ્રાફિક શાખાનાં પીએસઆઇ એસ. ડી.રાણા, નેશનલ હાઇવે ઓથોરોટીના વિજયભાઈ પરમાર તેમજ નિવૃત આરટીઓ જે.વી. શાહ દ્રારા ટ્રાફિક અવેરનેસ તેમજ હીટએન્ડ રન સ્કીમ, ગુડ સમરીટન એવોર્ડ અંગેની માહિતિ આપવામાં આવી હતી અને કોન્ટ્રાકટ કંપનીના ૬૦ જેટલા વાહનોમાં રેડિયમ રીફલેકટર લગાડવામાં આવ્યા હતા. તેમજ સમયાંતરે વાહનોમાં રેડિયમ રીફલેકટર ચેક કરી નવા લગાડવા ટ્રાન્સપોર્ટ મેનેજરને સૂચના આપવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application