મોરબીમાં અકસ્માતો ઘટાડવા ૧૧૦૦ ગૌવંશોને ગળામાં રેડિયમ બેલ્ટ

  • August 19, 2024 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીના ગૌ સેવકો દ્રારા પ્રથમ તબક્કામાં ૧૧૦૦ ગૌવશં અને અબોલ પશુઓ કે જે હાઇવે પર અથવા હાઇવે આપસાસની સોસાયટી વિસ્તારમાં હોઈ તેવા ગૌવંશને ગોતી ગોતીને તેમના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા જેથી રાત્રીના અંધારામાં દૂર થી જ વાહન ચાલકને ખબર પડે કે આગળ કઈક છે એટલે તેઓ સંભાળીને વાહન ચલાવે જેથી કોઈ ગંભીર અકસ્માત થતાં અટકે જેથી વાહન ચાલક અને ગૌવશં બંને ઘાયલ થતાં બચે અને જીવ પણ ગુમાવવોનો પડે ત્યારે મોરબીના શનાળા થી ટંકારા સુધી , શનાળા થી કંડલા બાયપાસ સુધી, માળિયા ફાટક થી ઢુવા સુધી, જૂના ઘૂંટુ રોડ પર, મહેન્દ્ર નગર ચોકડી થી ઘૂંટુ ગામ સુધી અને હાઇવે નજીક હોઈ તેવી સોસાયટીમાં રહેલ ગૌવંશના ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી આ પ્રથમ તબક્કામાં કરવામાં આવી હતી આગામી સમયમાં મોરબી તથા આસપાસમાં તમામ વિસ્તારમાં આ અભિયાન વેગવંતુ બનાવવાનો સંકલ્પ મોરબીના સેવાભાવી યુવાનો દ્રારા લેવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application