ઢાકામાં કોલેજની હિંદુ છાત્રોની હોસ્ટેલમાં કટ્ટરપંથીઓ ઘૂસ્યા, મૂર્તિઓની તોડફોડ

  • August 19, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશમાં રખેવાળ સરકારના વડા મોહમ્મદ યુનુસના દાવાઓ અને સુરક્ષાની ખાતરી છતાં હિન્દુઓ પરના હત્પમલાઓ અટકી રહ્યા નથી. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ ઢાકા કોલેજની હિંદુ હોસ્ટેલ પર હત્પમલો કર્યેા છે અને મંદિર અને મૂર્તિઓને નુકસાન પહોંચાડું છે. હત્પમલા દરમિયાન, હોસ્ટેલની પશ્ચિમ બાજુએ સ્થિત હિન્દુ મંદિરની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી અને કિંમતી સામાનની ચોરી કરવામાં આવી હતી.બાંગ્લાદેશમાં હિંદુઓ પર હત્પમલા ઢાકામાં શેખ હસીના સરકારના પતન પછી શ થયા હતા, જે હજુ પણ ચાલુ છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર મૂક પ્રેક્ષક બની રહી છે. ન તો કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે, ન તો ધરપકડ કરવામાં આવી રહી છે કે ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત કવોટા હટાવવાના મુદ્દે ઉગ્ર આંદોલન બાદ ૫ ઓગસ્ટે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભાગી ગયા હતા. ત્યારથી, બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓને હિંસામાં નિશાન બનાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ૨૫૦ થી વધુ સ્થળોએ હિન્દુ સમુદાયના ઘરો અને મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે.
હિંદુ સમુદાયે હત્પમલાના વિરોધમાં દેશના જુદા જુદા ભાગોમાં દેખાવો કર્યા છે.


મોહમ્મદ યુનુસ હિન્દુઓને મળ્યા
હિંદુઓ પર વધી રહેલા હુમલાઓ વચ્ચે બાંગ્લાદેશની રખેવાળ સરકારના વડા મોહમ્મદ યુનુસે ગયા અઠવાડિયે ઢાકાના પ્રસિદ્ધ ઢાકેશ્વરી દેવી મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોહમ્મદ યુનુસે હિન્દુ સમુદાયના સભ્યોને મળ્યા હતા અને તેમની સુરક્ષાનું વચન આપ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે દેશમાં દરેકને સમાન અધિકાર છે. તેમણે આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિધાર્થીઓને દેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું.ગયા શુક્રવારે મોહમ્મદ યુનુસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન યુનુસે નવી દિલ્હીને બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અંગે ખાતરી આપી હતી. મોહમ્મદ યુનુસે લઘુમતીઓ પર હત્પમલાની વાત સ્વીકારી પણ કહ્યું કે આ ઘટનાઓને અતિશયોકિતભરી રીતે પેશ કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application