આગામી તારીખ 9 મે ના રોજ સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થામાં જેમની ગણતરી થાય છે તે ઇફકોના ડાયરેક્ટરોની ચૂંટણી યોજવાની છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપે સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડવાની વ્યવસ્થા ગોઠવી છે અને આ વ્યવસ્થાના ભાગરૂપે વર્તમાન ડિરેક્ટર જયેશભાઈ રાદડિયાના બદલે ગોતાના બીપીનભાઈ પટેલને પાર્ટીના સત્તાવાર ઉમેદવાર જાહેર કરી મેન્ડેડ આપતા રાજકારણમાં મારે ખળભળાટ મચી જવા પામ્યો હતો."
ઈફકોના ડાયરેક્ટર તરીકે ઘણા સમય સુધી વિઠ્ઠલભાઈ રાદડિયા રહ્યા હતા ત્યાર પછી છેલ્લી બે ટર્મથી ગુજરાતના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આવે છે. આ વખતે ભાજપે સતાવાર ઉમેદવાર તરીકે બીપીનભાઈ પટેલને જાહેર કયર્િ હોવા છતાં જયેશભાઈ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે. ગઈકાલે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો અને આમ છતાં કોઈએ ફોર્મ પાછું ખેંચ્યું નથી.
જયેશભાઈ રાદડિયાને રીપીટ કરવાનો સતાવાર નિર્ણય ભાજપે હજુ સુધી શા માટેની લીધો નથી? તેવા સવાલો સહકારી ક્ષેત્રમાં પૂછવામાં આવે છે ત્યારે ખુલીને બોલવા માટે કોઈ તૈયાર નથી પરંતુ અંદરખાને એવી વાત થાય છે કે તારીખ 7 ના લોકસભાની ચૂંટણીના મતદાન પર ઘણું બધું નિર્ભર રહે છે. મતદાન પૂરું થયા પછી તુરત જયેશભાઈ રાદડિયાને ભાજપ સતાવાર ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે અથવા તો બીપીનભાઈ પટેલને આપેલો મેન્ડેડ ચાલુ પણ રાખી શકે છે.
તાજેતરમાં રાજકોટ બેઠકના ચૂંટણી જંગમાં ’જાગો લેઉવા પટેલ જાગો’ શીર્ષક હેઠળ વાઇરલ થયેલી પત્રિકા, ખોડલધામ સમિતિને બદનામ કરવાનું કૃત્ય થયું હોવાની ચચર્િ અને જામનગરમાં લેઉવા પટેલ સમાજના એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસ પ્રત્યે વ્યક્ત કરેલી આભારની લાગણી જેવી અનેક બાબતો આમાં સીધી યા આડકતરી રીતે અસર કરતી હોવાનું બોલાઈ રહ્યું છે પરંતુ તેને કોઈ સત્તાવાર સમર્થન આપતું નથી.
વિરોધમાં વીડિયો વાયરલ
2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે જયંતભાઈ રાદડિયાને ટિકિટ મળશે કે નહીં ?તે મામલે છેલ્લે સુધી અવઢવભરી ભરી સ્થિતિ જોવા મળતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણાની સભા સંબોધવા આવ્યા ત્યારે જયેશભાઈના માતૃશ્રી સાથે પણ તેમણે ચચર્િ કરી હતી અને બાદમાં ટિકિટ ની જાહેરાત કરવામાં આવી હતી. જોકે મિનિસ્ટર બનાવવાના મામલે પણ છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહયું હતું અને આખરે જયેશભાઈ રાદડિયાને મંત્રીપદ આ વખતે હજુ મળ્યું નથી. થોડા દિવસ પહેલા જામ કંડોરણામાં અમિતભાઈ શાહની જાહેર સભા યોજવામાં આવી હતી અને સભા પૂરી થયા પછી અમિતભાઈએ જયેશભાઈના નિવાસ્થાને ભોજન લીધું હતું. ત્યાર પછી ઈફકોના મામલે અમિતભાઈ શાહે ’ચિંતા કરતા નહીં’ તેવી વાત કરી હોવાનું બિજા જ દિવસે અમુક મીડિયામાં શરૂ થયું હતું પરંતુ હજુ સુધી તેવા કોઈ અણસાર જોવા મળતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech