રિવાબાએ વિખવાદ કરાવ્યો : રવિન્દ્રને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું થાત

  • February 09, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ક્રિકેટર ભારતીય ટીમમાં સ્થાન ધરાવતો હોય ટેસ્ટ, વન–ડે, ૨૦ ત્રણેય ફોર્મેટમાં રમતો હોય, દેશ–દુનિયામાં તેનું નામ હોય અને એના પિતા જયારે એવું કહે કે મેં મારા દિકરાને ક્રિકેટર ન બનાવ્યો હતો તો સારૂં થાત, તો ખરેખર આ વિધાનની નોંધ લેવી પડે, આવો જ દર્દનાક સંવાદ મુળ જામનગરના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ દિવ્ય ભાસ્કર અખબારની વાતચીત દરમ્યાન કર્યેા છે અને સોશ્યલ મિડીયા પર દિવ્ય ભાસ્કર દ્રારા મુકવામાં આવેલા આ ઇન્ટરવ્યુથી ભારે ચર્ચા જાગી છે, એક ખ્યાતનામ ક્રિકેટર અને તેની ધારાસભ્ય પત્નીને સાંકળતા આ આખે આખા ઇન્ટરવ્યુએ કેટલાયના હૈયા હચમચાવી નાખ્યા છે.


દિવ્ય ભાસ્કરે પોતાની વેબસાઇટ પર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુધ્ધસિંહ જાડેજા સાથે થયેલી વાતચીતના અંશોમાં રેકોડગ પણ મુકયા છે અને સાથે સાથે આખુ જે લખાણ આપવામાં આવ્યું છે તે નીચે મુજબ છે.તમને એક સત્ય વાત કરી દઉં ? મારે રવિ (રવિન્દ્રસિંહ જાડેજા) કે તેની પત્ની (રિવાબા જાડેજા) સાથે કોઇપણ પ્રકારના સબધં નથી, અમે તેને નથી બોલાવતા અને એ લોકો અમને નથી બોલાવતા, રવિભાઇના લગ્ન કર્યા ત્યાર પછી બે–ત્રણ મહિનામાં જ વિખવાદ ઉભો થઇ ગયો હતો, હાલ હું જામનગરમાં એકલો રહું છું, જયારે રવિન્દ્રનો પંચવટી બંગલો અલગ છે, તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી, પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં, દિકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઇ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું, ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું હતું નહીંતર અમારી આવી હાલત ન હોત.


આ શબ્દો છે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પિતા અનિરુધ્ધસિંહ જાડેજાના, જેમણે પુત્ર–પુત્રવધુ સાથેના સબંધો વિશે ભારે હૈયે વ્યથા ઠાલવી હતી સામાન્ય રીતે કોઇપણ સેલીબ્રીટીથી જીંદગી જાહોજલાલીવાળી અને ચોતરફ સુખ જ સુખ હોય એવી લાગતી હોય છે પરંતુ કયારેક સફળતાના શિખરે પહોંચેલા આવા લોકોના પરિવારની કેટલીક કરૂણ વાસ્તવીકતા સમાજથી છુપાયેલી હોય છે.


દિવ્ય ભાસ્કર લખે છે કે, રિવાબા જાડેજા પ્રેેટ હોવાની વાત જાણવા મળી હોવાથી રિપોર્ટર દ્રારા ખરાઇ કરવા માટે રવિન્દ્ર જાડેજાના પિતાને ફોન કરવામાં આવ્યો હતો અને તેમાં ચોંકાવનારા ઘટસ્ફોડ થયા હતા, આટલું જ નહીં આ બાબત જાણીને અખબારના રીપોર્ટર અનિરુધ્ધસિંહ જાડેજાના ઘરે જઇને રૂબરૂ મળ્યા હતા અને હકીકત જાણી હતી.
રવિન્દ્રના પિતા અનિરુધ્ધસિંહ ગુમાનસિંહ જાડેજા એક ફલેટમાં એકલવાયું જીવન વિતાવી રહયા છે, સોશ્યલ મિડીયા પર મુકાયેલા અહેવાલમાં દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે, અનિરુધ્ધસિંહે લાગણીના ડુમા સાથે વાતો કરી હતી અને તેમની આંખો ભીની થઇ ગઇ હતી.


અનિરુધ્ધસિંહ જાડેજાએ પુત્રવધુ રિવાબા વિશે કહયું હતું કે, આ સત્ય વાત તમને જરૂર કરું છું, લગ્નના ૩ મહિનામાં જ બધુ મારૂ, મારૂ કરીને મારા નામે કરી દો કહેવાનું શરૂ કરી દીધું હતું, ખટપટ કરીને પરિવારને નોખા કરવા લાગ્યા, તેને પરિવાર જોઇતો નથી, બધું સ્વતત્રં જોઇએ છે, ચાલો હું ખરાબ, નયનાબા (રવિન્દ્ર જાડેજાના બહેન) ખરાબ, પણ કુટુંબમાં ૫૦ લોકો છે તો પચાસે પચાસ લોકો ખરાબ ? કોઇ સાથે વ્યવહાર જ રાખવા દીધો નથી, કોઇ ચિજ નહીં, નફરત જ.


અનિરુધ્ધસિંહ કહયું કે હું કઇં છુપાવતો નથી, કોઇ સબધં નથી, છેલ્લા પાંચ વર્ષથી અમે તેની દિકરી (પૌત્રી)નું મોઢું પણ જોયું નથી, રાજકોટવાળા તેના માં–બાપ એટલે કે રવિના સાસુ–સસરા બધો વહિવટ કરે છે, તેમની દખલગીરી ખુબ જ છે, પાત્ર સારું હોય તો કુટુંબ તારી દે અને સારું ન હોય તો ટાળી દે, હવે સમજી જાઓ આમાં શું થયું છે, અત્યારે તો એ લોકોને જમાવટ અને જલ્સો છે.


વ્યથા ઠાલવતા અનિરુધ્ધસિંહે એ પણ કહયું છે, ગામડે મારી જમીન પણ છે અને પત્નીનું ૨૦ હજાર રૂપીયા પેન્શન આવે છે, જેનાથી હું મારો ઘર ખર્ચ કાઢું છું, ૨–બીએચકેના ફલેટમાં એકલો રહું છું, કામવાળા બે સમયે રસોઇ બનાવીને સરસ જમાડી દે છે, હું મારી જીંદગી મારી રીતે વિતાવું છું, પરંતુ આજે પણ આ ફલેટમાં રવિન્દ્ર જાડેજાનો એક અલાયદો રૂમ છે, હું એક દાયકા કરતા વધારે સમયથી આ ફલેટમાં રહું છું, રવિન્દ્ર આ રૂમમાં રહેતો હતો.


અનિરુધ્ધસિંહે કહયું કે, અમે ઘણી મહેનત કરી દિકરાને ક્રિકેટર બનાવ્યો છે, અમે કાળી મજુરી કરી છે, ૨૦–૨૦ લીટરના દુધના કેન ખભ્ભે ઉંચકીને પૈસા એકઠા કર્યા છે, મે વોચમેનની પણ નોકરી કરી છે, આર્થિક પરિસ્થીતી સારી ન હતી અને મારાથી પણ વધારે નયનાબાએ ખુબ જ ભોગ આપ્યો છે, નયનાબા રવિન્દ્રના બહેન છે, પણ એક માતાની જેમ રવિને મોટો કર્યેા છે, નયનાબા સાથે પણ કોઇ વ્યવહાર રાખતા નથી.


તેઓ કહે છે કે રિવાબા તેના માતા–પિતાની એકની એક જ દિકરી છે, એ લોકોને રવિની જરૂર નથી તેમને તો પૈસાથી જ મતલબ છે, અમે છેતરાઇ ગયા છીએ, પણ નસીબની વાત છે, અમને એની જરૂર પણ નથી, મારી પાસે ખેતીવાડી છે અને પેન્શન છે, હોટલ (જડડુસ) પણ અમારી જ છે, જેનું સંચાલન નયનાબા કરે છે.


ઈન્ટરવ્યૂ વાહિયાત છે : રવિન્દ્ર જાડેજા

ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પિતાના ઈન્ટરવ્યૂ બાબતે પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા એકસ પર જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં આપેલો ઈન્ટરવ્ૂ વાહિયાત છે, તેમાની તમામ વાતો અર્થહિન અને અસત્ય છે. આ બધી એક પક્ષે કહેવાયેલી વાતો છે. જેને હત્પં નકારું છું,  અને તે મારા ધર્મપત્ની રીવાબા જાડેજાની છબી ખરડવાના મકસદથી અપાયો છે તે ખરેખર નિંદનીય અને અશોભનીય છે. હત્પં તમામ આક્ષેપોના વિગતવાર જવાબ આપી શકું તેમ છું પણ તે જાહેરમાં ન કહત્પં ત્યાં સુધી જ સારું છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application