રાજગરો રાખશે તમારા સ્વાસ્થ્યની સંભાળ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવરાત્રી દરમિયાન ઉપવાસની સાથે સાથે સ્વાસ્થ્યની કાળજી પણ રાખવી જરૂરી છે. ખરેખર ઉપવાસમાં આહારને યોગ્ય રીતે અનુસરવું ખુબજ જરૂરી છે.ત્યારે રાજગરો તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારા વજનની પણ કાળજી રાખશે.જો તમે ઉપવાસની સાથે સાથે ડાયટ પણ કરો છો તો આટલી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે જેથી તમે  તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારા વજનની પણ કાળજી રાખી શકશો.


* ખૂબ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું અથવા વધારે પડતું ખાવાનું એ બંને રીત તમારો વજન વધારી શકે છે.માટે ખોરાકમાં ૨-૩  કલાકનો ગાળોરાખો. અને ખાતરી કરો કે  વિકલ્પો તમારા માટે યોગ્ય છે કે નહી.

 

*પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવાનું રાખો. તેમજ દૂધ,જ્યુસ ખાંડ અને મીઠા વગરનું પાણી લીંબુ પાણી કાકડી જેવી વસ્તુ યોગ્ય પ્રમાણમાં લેવાનું રાખો.કારણ કે વધુ પડતી કેલરી વાળો આહાર તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારી શકે છે. સાથે સાથે તમારા આહારમાં પનીર, બદામ,દહીં જેવી પ્રોટીન વાડી વસ્તુનો પણ સમાવેશ કરો.કારણકે પ્રોટીન તમારા શરીરના સ્નાયુઓને મજબુત બનાવે છે.

 

*સાબુદાણાનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે સાબુદાણાનો વધુ પડતો ઉપયોગ તમરા સુગરનું સ્તર વધારી શકે છે.માટે સાબુદાણાની જગ્યાએ રાજગરાનો ઉપયોગ કરવો જોઈએ.સાથે સાથે આહારમાં નારંગી, કીવી,જામફળ,લીંબુ, સફરજન તેમજ ડ્રેગન ફળનો પણ સમાવેશ કરવો જોઈએ. 

 


રાજગરો તમારા સ્વાથ્ય માટે ખુબ ફાયદાકારક છે માટે તમે પણ શીખીલો રાજગરાની આ થાળી 

સામગ્રી 
એક કપ રાજગરાનો લોટ,બે લીલા મરચા, એક ટેબલસ્પુન જીરું, જરૂરિયાત અનુસાર સિંધવ મીઠું,એક કાકડી. 

પધ્ધતિ 

એક બાઉલમાં રાજગરાનો લોટ લો,તેમાં ઉપર જણાવેલી તમામ સામગ્રી ભેળવીને તેનો લોટ બાંધો.તેમાંથી લોટના નાના નાના દડા બનાવો.આ બોલને ધીમા તાપે બે મિનીટ સુધી શેકો અને રોલર પીનની મદદથી ધીમે ધીમે ફેરવતા રહો. આ વાનગી તૈયાર થાય એટલે તેને દહીં સાથે સર્વ  કરો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS