ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં આર.ટી.પી.સી.આર. લેબનું લોકાર્પણ

  • May 11, 2021 10:12 AM 

રાજયમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે લેબ ખુલ્લી મુકાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે રાજ્ય સરકાર દ્વારા રૂા. વીસ લાખના ખર્ચે આઇ.સી.એમ.આર. ના નિયમોનુસાર કોવિડ-19 ના દર્દીઓના નિદાન માટે નવી આર.ટી.પી.સી.આર. લેબ વિકસાવવામાં આવી છે. જેનું ગઈકાલે સોમવારે અન્‍ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું હતું કે છેવાડાના જિલ્‍લા દેવભૂમિ દ્વારકાને આર.ટી.પી.સી.આર. લેબ મળતા હવે જામનગર સેમ્‍પલ મોકલવાની જરૂરીયાત નહી રહે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની જનતાની આરોગ્‍યલક્ષી સુખાકારીમાં વધારો કરતા આ પગલાથી દર્દીઓ તથા સગાઓમાં રાહત બની રહેશે. 

અત્રે ઉલ્‍લેખનીય છે કે આ આર.ટી.પી.સી. આર. લેબમાં આખો દિવસ એક માઇક્રોબાયોલોજીસ્‍ટ તથા છ લેબ ટેકનીશીયન કાર્યરત રહેશે. આ મશીનની સેમ્‍પલ ચકાસણીની ક્ષમતા આઠ કલાકમાં નેવુંની છે. જે તબકકાવાર પુલીંગ કરી વધારો કરવામાં આવશે. 

આ તકે જિલ્લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીના, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્‍લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, વી.ડી. મોરી, પી.એસ. જાડેજા, જિલ્‍લા આરોગ્‍ય અધિકારી રાજ સુતારીયા, પ્રાંત અધિકારી ડી.આર. ગુરવ, જનરલ હોસ્‍પિટલના સુપ્રિન્‍ટેડેન્‍ટ હરીશ મટાણી, મામલતદાર કે.જી. લુક્કા વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS