અકસ્માતગ્રસ્તોની મદદ માટે ૧૦૮ બોલાવી મદદરૂપ બનતા આરટીઓ–રોડ સેફટીના અધિકારીઓ

  • January 23, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ રાયભરમાં રોડ સેટી મન્થની ઉજવણી ચાલી રહી છે, ત્યારે હાઇવે પર અકસ્માતોમાં ગંભીર રીતે ઇજા પામેલને હોસ્પિટલે પહોંચાડનાર ગુડ સેમેરીટન તરીકે લોકોને આગળ આવવા સતત માર્ગદર્શક બનતા રાજકોટ આર.ટી.ઓ અધિકારી કેતન ખપેડ તેમજ રોડ સેટીના એકસપર્ટસ જે.વી. શાહે હાઇવે પરના અકસ્માત ગ્રસ્ત વ્યકિતઓને મદદપ બની માનવતાની પ્રેરણાદાયક મિસાલ પૂરી પાડી છે.
આ અંગે આર.ટી.ઓ. કે.એમ.ખપેડે જણાવ્યું હતું કે, તેઓ જે. વી.શાહ સાથે અમદાવાદ રોડ ખાતે યોજાયેલ રોડ સેટી કોન્ફરન્સ પૂરી કરી રાજકોટ પરત ફરતા હતા, ત્યારે સાંજના સાતેક વાગ્યે બાવળા (અમદાવાદ) પાસે પેસેન્જર રીક્ષાનો માર્ગ અકસમાત થયેલ જોવા મળ્યો હતો.
જીજે ૦૧ ડીએકસ ૮૯૦૨ નંબરની રીક્ષાના ચાલક સાથે તેમના પત્ની, માતા અને બાળકો પણ હતા. જેમાં રીક્ષા ચાલકનો પગ લોહી–લુહાણ હાલતમા હતો, જયારે તેમના પત્નીને માથા અને હાથના ભાગે ઈજા થયેલ હતી. ઘાયલ પરિવારને રોડ પર કણસતી હાલતમાં જોઈ તેઓએ તાત્કાલિક ૧૦૮ બોલાવી ઘાયલ રિક્ષાચાલક અને તેમના પરિવારજનોને બાવળા પી. એચ. સી. ખાતે મોકલી આપ્યા હતા. આર.ટી.ઓ.ના ડ્રાઈવર નરેન્દ્રભાઈ કાઠીએ આ મુશ્કેલીભર્યા સમયે ટ્રાફિક નિયમન કરી અન્ય અકસમાત ન બને તેની તકેદારી રાખી હતી.
રાજકોટના આર.ટી.ઓ. તેમજ રોડ સેટીના એકસપર્ટસ સહિત ડ્રાઇવરે હાઇવે પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને મદદપ બની અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application