પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલની ખર્ચ વિષયક થઇ આરટીઆઇ

  • March 23, 2021 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરની સરકારી હોસ્પિટલ સહિત નર્સિંગ સ્કુલમાં ખર્ચ સહિત અન્‌ય બાબતોની આરટીઆઇ કરવામાં આવી છે.
પોરબંદરના આરટીઆઇ એકટીવીસ્ટ ભનુભાઇ નાગાભાઇ ઓડેદરાએ કરેલી આરટઇઆઇમાં જણાવ્‌યું છે કે, પોરબંદર આપના નીચે આવેલ નર્સિંગ સ્કુલમાં હાલમાં કેટલા વિદ્યાર્થીઓ છે, તથા તેમના હોસ્ટેલમાં જમવા-નાસ્તા માટે કોણ મેચ-ભોજનનું ચલાવે છે, તેમનું નામ-સરનામું તથા આપના વિભાગ દ્વારા કયારે જાહેર ખબર, નિવિદા આપવામાં આવી તેમની વિગતો આપવી. ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 મુજબ તા. 1/4/ર0 થી તા. 15/3/ર1 સુધીમાં કઇ કઇ બાબત માં કેટલો ખર્ચ કરવામાં આવેલ તેમાં મંડપ, કેટરર્સ, હોટલ ભાડુ, જમવાનું સાથે તમામ જુદા-જુદા ખર્ચની વિગતો આપવી, પોરબંદર જનરલ ભાવસિંહજી હોસ્પિટલ તથા કોવિડ હોસ્પિટલમાં આવતા-જતા લોકોને બુટ-ચંપલ બહાર ઉતારવાના કે પહેરી જવાનું તે જણાવવું તથા તે બાબતે સરકારનો પરિપત્રની નકલ આપવી. ભાવસિંહજી નજરલ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષમાં 1/1/ર0 થી 15/3/ર1 સુધી માં હોસ્પિટલ, બેડી હોસ્પિટલ તથા નર્સિંગ હોસ્પિટલમાં શું-શું રીપેરીંગ, ઇલેેકટ્રીક તથા અન્ય કયો ખર્ચ કરેલ છે તે તમામ ખર્ચના વાઉચરોની નકલો આપવી. આપના વિભાગની મારે જરી માહિતી માટે રેકર્ડ ચેક કરી માહિતી જોઇતી હોય તો અમોને આ માહિતી માટે તારીખ, સમય, આપવો જેથી જરી દસ્તાવેજોની નકલો મેળવી શકાય. તો ઉપરોકત તમામ માહિતી માહિતી અધિકાર અધિનિયમ ર00પ અન્વયે આપવા માંગ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS