આરટીઈની ૩૮૯૫૭ બેઠકો ઘટાડી દીધી: ફોર્મ પાંચ ગણા વધુ ભરાયા

  • April 02, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાઈટ ટુ એયુકેશન એકટ અંતર્ગત ધોરણ–૧માં પ્રવેશ માટેની કાર્યવાહીનો ૧૪ માર્ચથી પ્રારભં થયા બાદ ૩૦ માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ ચકાસણી પણ શ કરાઇ છે. ફોર્મની ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ ૧૫ એપ્રિલે પ્રવેશની ફાળવણી કરાશે. આ વખતે ૪૩૮૯૬ બેઠક માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, ગત વર્ષ કરતા આ વખતે આરટીઈની બેઠકોમાં ૩૯ હજારનો જંગી ઘટાડો થયો છે.

૪૪ હજાર જેટલી બેઠકો માટે હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહીમાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં ૨.૩૫ લાખ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે. આમ, આરટીઈની પ્રવેશ કાર્યવાહીમાં બેઠકો કરતા પાંચ ગણા વધુ ફોર્મ ભરાયા છે.આરટીઈ અંતર્ગત રાજયની ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ–૧માં પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરાતી હોય છે. રાયમાં ૨૦૨૪–૨૫ના નવા શૈક્ષણિક વર્ષ માટે વિભાગ દ્રારા આરટીઈની પ્રવેશ કાર્યવાહી શ કરવાની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે.

આ વખતે આરટીઈ અંતર્ગત ૪૩૮૯૬ બેઠકો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જોકે, ગત વર્ષે રાયમાં ૮૨૮૫૩ બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, ચાલુ વર્ષે ૩૮૯૫૭ બેઠકોનો ઘટાડો થયો છે.કરવામાં આવી હતી. જેમાં પ્રવેશ માટે વાલીઓને જરી ડોકયુમેન્ટ એકત્ર કરવા માટે ૧૩ માર્ચ સુધીનો સમય અપાયો હતો, ૧૪ માર્ચથી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં વાલીઓને ફોર્મ ભરવા માટે ૧૩ દિવસનો સમય અપાયો હતો અને ૨૬ માર્ચ સુધી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ૨૬ માર્ચના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાયના કુલ ૨.૦૮ લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. જોકે, હજુ વિધાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું જણાતા ૩૦ માર્ચ સુધી મુદત વધારાયા બાદ અંતે કુલ ૨૩૫૩૮૭ ફોર્મ ભરાયા છે. જિલ્લ ા કક્ષાએ ફોર્મની ચકાસણી કરી એપ્રુવ કે રિજેકટ માટેની કાર્યવાહી ગઈકાલે પૂર્ણ થઈ છે. ખૂટતા ડોકયુમેન્ટ અપલોડ કરાયા બાદ ફરી ફોર્મની જિલ્લ ા કક્ષાએ ચકાસણી કરાશે.

આ ફોર્મ ની ચકાસણી બાદ ૧૫ એપ્રિલે પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે રાઈટ ટુ એયુકેશન એકટ હેઠળ ધોરણ એક માં પ્રવેશ માટેની કાર્યવાહી ૧૪ માર્ચ થી શરૂ કરવામાં આવી હતી જે આગામી ૧૫ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવાનો નિર્ણય રાયના શિક્ષણ વિભાગ દ્રારા કરવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News