દેવભૂમિ દ્વારકામાં આર.ટી.ઈ. હેઠળ બાળકોને વિના મુલ્‍યે પ્રવેશ અંગે યાદી

  • June 23, 2021 11:35 AM 

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજ્યુકેશન એક્ટ હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ નબળા અને વંચિત જૂથના બાળકોને ધોરણ 1 માં વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1 જૂન 2021 ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય અને પ્રવેશ મેળવવા માટે નક્કી કરેલા અગ્રતાક્રમ બાળકના વાલી  http://rte.orpgujarat.com વેબસાઇટ પર જોઈ શકશે તથા તા.25 થી તા. 5 જુલાઈ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે.

આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડોકયુમેંટ્સ સાથે વાલીએ રીસિવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા કોવિડ-19 મહામારીના કારણે રદ કરાઈ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતી કે કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વિગેરે ઓનલાઈન અસલમાં સ્કેન કરી, અપલોડ કરવાના રહેશે.

ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલી પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલા ફોર્મ ક્યાંય જમા કારાવવાનું રહેશે નહીં. વધુ વિગત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા હેલ્પલાઇન નંબર- 85110 84558 ઉપર સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્‍લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)