BREAKING NEWS

ધારાસભ્ય કાનગડના જનસેવા કાર્યાલય ખાતે RTE ફોર્મ નિઃશુલ્ક ભરી અપાશે

  • April 01, 2026 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. ૪ એપ્રિલ થી ૧૭ એપ્રિલ સુધી નબળા વર્ગના બાળકો માટે શિક્ષણનો સોનેરી અવસર
ભારતમાં શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી છે. રાઇટ ટૂ એજ્યુકેશન મુજબ દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. રાઇટ ટૂ એજ્યુકેશન એટલે ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો કાયદો. આ કાયદો ૧ એપ્રિલ ૨૦૧૦થી લાગુ થયો.
દર વર્ષે સરકાર આરટીઈ માટે ઓનલાઈન ફોર્મ બહાર પાડે છે.
બાળકના માતા-પિતા ફોર્મ ભરી શકે પછી લોટરી સિસ્ટમથી પસંદગી થાય છે, પસંદગી બાદ શાળામાં એડમિશન મળે છે ત્યારે આગામી તા. ૪ એપ્રિલથી આરટીઈ ફોર્મ ભરવાની
શરૂઆત થતી હોય વિધાનસભા ૬૮ના લોકપ્રિય ધારાસભ્ય ઉદય કાનગડના માર્ગદર્શન હેઠળ વિધાનસભા ૬૮ જનસેવા કાર્યાલય, ક્રિસ્ટલ કોમ્પ્લેક્સ બાલક હનુમાન મંદિર પાસે
પેડક રોડ ખાતે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ માટેના ફોર્મ તા. ૪ એપ્રિલ થી ૧૭ એપ્રિલ સુધી સંપૂર્ણ નિશુલ્ક ભરવામાં આવશે. આ સેવાથી ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારોના બાળકોને ગુણવત્તાયુક્ત ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવવાનો સોનેરી અવસર પ્રાપ્ત થશે.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું કે રાઈટ ટુ એજ્યુકેશન યોજના શિક્ષણનો અધિકાર, દરેક બાળકનો હક છે ત્યારે રાઈટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫% બેઠકો નબળા અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.
આ યોજના દ્વારા સમાજના દરેક વર્ગના બાળકોને સમાન શિક્ષણનો
અધિકાર સુનિશ્ચિત કરવામાં આવ્યો ໖.
જેમાં રાઇટ ટુ એજ્યુકેશન ના ફોર્મ ભરવાની તારીખઃ ૪ એપ્રિલ થી ૧૭ એપ્રિલ હોય નિયમોનુસાર જરૂરિયાત મંદોએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખવાના રહેશે તેમજ ધારાસભ્ય ઉદય કાનગડ જન સેવા કાર્યાલય, ક્રિસ્ટલ કોમ્પ્લેક્સ બાલક હનુમાન મંદિર પાસે પેડકરોડ ખાતે સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૭ દરમ્યાન રાઇટ ટુ એજ્યુકેશન ફોર્મ ભરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન મળશે તેમ તમામ જરૂરિયાતમંદ વાલીઓને સેવા આરટીઈના નિશુલ્ક ફોર્મ ભરવાની સેવાનો લાભ લેવા અનુરોધ કરતા ધારાસભ્ય ઉદય કાનગડ એ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News