રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે, અને આ ખાસ અવસર પર તેણે મોટો દાવો કર્યો છે. આરએસએસએ એક નિવેદન જારી કરીને દાવો કર્યો છે કે મહાત્મા ગાંધી અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સંઘની શાખાઓમાં જોડાયા હતા. સંઘ અનુસાર, ગાંધીજીએ 1934માં સંઘની શિબિરની મુલાકાત લીધી હતી જ્યારે આંબેડકર 1940માં સંઘની શાખાની મુલાકાતે ગયા હતા. આરએસએસએ પોતાના દાવાના સમર્થનમાં પેપર કટીંગ પણ બતાવ્યું છે.
આરએસએસના વિશ્વ સંવાદ કેન્દ્રએ એક નિવેદન જારી કરીને કહ્યું કે મહાત્મા ગાંધી 1934માં વધર્મિાં આરએસએસ કેમ્પમાં પહોંચ્યા હતા. આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે ભારત સ્વતંત્રતા સંગ્રામમાં વ્યસ્ત હતું અને ગાંધીજીના વિચારોની સમગ્ર દેશ પર ઊંડી અસર પડી હતી. વિશ્વ સંવાદ કેન્દ્રે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે ભારતીય બંધારણના નિમર્તિા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર 2 જાન્યુઆરી, 1940ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડમાં સંઘની એક શાખામાં મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સંઘના સ્વયંસેવકોને મળ્યા અને સંબોધન પણ કર્યું હતું.
વિશ્વ સંવાદ કેન્દ્રના જણાવ્યા અનુસાર ડો. આંબેડકરે તેમના સંબોધનમાં કહ્યું હતું કે તેમની અને સંઘ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ હોય શકે છે પરંતુ તેમ છતાં તેઓ સંઘને સંબંધની ભાવનાથી જુએ છે. નિવેદન અનુસાર 9 જાન્યુઆરી, 1940ના રોજ પૂણેના પ્રખ્યાત મરાઠી દૈનિક ’કેસરી’માં ડો. આંબેડકરની આ મુલાકાત અંગેના સમાચાર પ્રકાશિત થયા હતા. ’કેસરી’ દ્વારા પ્રકાશિત આ સમાચારમાં ડો.આંબેડકરની સંઘ શાખાની મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિશ્વ સંવાદ કેન્દ્રે પોતાના દાવાના સમર્થનમાં પોતાના નિવેદનમાં સમાચારની નકલ જોડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech