IPL 2024ની 38મી મેચમાં રાજસ્થાન રોયલ્સે એકતરફી મેચમાં મુંબઈને આશાનીથી 9 વિકેટે હરાવી દિધુ છે. રાજસ્થાન રોયલ્સના યશસ્વી જાયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી.
IPL 2024ની 38મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે થયો હતો. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી સંદીપ શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી. છેલ્લી ઓવરમાં સંદીપ શર્માએ મુંબઈ ઈન્ડિયન્સના ત્રણ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ માટે તિલક વર્માએ 45 બોલમાં 65 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય નેહલ વાઢેરાએ 49 રન બનાવ્યા હતા.
યશસ્વી જાયસ્વાલે શાનદાર સદી
યશસ્વી જાયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને 59 બોલમાં પોતાની સદી પૂરી કરી. યશસ્વીના બેટમાંથી શાનદાર શોટ્સ જોવા મળ્યા હતા. આ સિઝનની પ્રથમ સદી અને કુલ વાત કરીએ તો બીજી સદી ફટકારી હતી.
યુઝવેન્દ્ર ચહલ IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો
રાજસ્થાન રોયલ્સ (RR)ના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (યુઝવેન્દ્ર ચહલ IPL 200 વિકેટ) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે વિકેટ લેતા જ આઈપીએલમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો. ચહલે આઈપીએલમાં માત્ર 153 મેચમાં પોતાની 200 વિકેટ પૂરી કરી હતી. IPLમાં સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો નામ ડ્વેન બ્રાવોનું છે, જેના નામે 183 વિકેટ છે. પિયુષ ચાવલાનું નામ 181 વિકેટ સાથે ત્રીજા સ્થાન પર છે. ભુવનેશ્વર કુમારના નામે 174 વિકેટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના વહીવટીતંત્રનો એજન્સીઓને કર્મચારીઓની છટણી કરવાનો આદેશ
February 27, 2025 10:40 AMભારતીયો અમેરિકામાં ભણીને પરત જાય છે કંપની સ્થાપે છે અને કરોડપતિ બને છે: ટ્રમ્પ
February 27, 2025 10:35 AMજે દેશ બીજાની સહાય પર નભતો હોય તેણે અમને સલાહ ન દેવી
February 27, 2025 10:33 AMભાગીદારીમાં કંપની શરૂ કરી જમાઈનો સસરાના 85.59 લાખ પચાવવા પ્રયાસ
February 27, 2025 10:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech