ગુજરાત સામે હાર્યા બાદ RCB ખિતાબની રેસમાંથી બહાર, IPL પ્લેઓફની ચારેય ટીમો નક્કી

  • May 22, 2023 12:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોયલ ચેલેન્જર્સ અને ગુજરાત ટાઇટન્સ IPLની મહત્વની મેચમાં આજે છ વિકેટ સાથે ગુજરાતની ટીમની શાનદાર જીત થઈ છે. આ સાથે મુંબઈ ઈન્ડીયનની ટીમ પ્લેઓફમાં આવી જ્યારે રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ પ્લેઓફમાંથી થઈ બહાર. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા સતત બીજી સદી ફટકારી છે. 



IPL 2023ની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે ટકરાઈ હતી. જેમાં પ્લેઓફમાં પહોંચવા માટે આરસીબીને આ મેચ જીતવી જરૂરી હતી. બીજી તરફ આ મેચ ગુજરાત ટાઇટન્સ માટે પ્રેક્ટિસ મેચ જેવી હતી. કારણ કે તે પ્લેઓફમાં પ્રવેશી ચૂકી છે. પંરતુ તેની જીતથી મુંબઈની ટીમ પ્લેઓફમાં સામેલ થવાની હતી. 


મહત્વનું છે કે વરસાદના કારણે આ મેચ 55 મિનિટ મોડી શરૂ થઈ હતી. જોકે સારી વાત એ છે કે ઓવરોમાં કોઈ કટ કરવામાં આવ્યો નથી. મેચમાં RCBએ ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા ગુજરાતની ટીમે 19.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, વીનીંગની છેલ્લી સિક્સ સાથે શુભમન ગીલે પોતાની સદી પૂર્ણ કરી હતી.


લક્ષ્યનો પીછો કરતા ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી અને સસ્તામાં રિદ્ધિમાન સાહાની વિકેટ ગુમાવી દીધી હતી. સાહાને મોહમ્મદ સિરાજે વેઈન પાર્નેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અહીંથી, શુભમન ગિલ અને વિજય શંકરે બીજી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી, જેણે ગુજરાતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. શંકરે 35 બોલમાં 53 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. શંકરના આઉટ થયા બાદ ગુજરાતે દાસુન શનાકા અને ડેવિડ મિલરની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application