BREAKING NEWS

RBI એપ્રિલમાં ખોલશે વ્યાજ દરોનો પિટારો: 6 થી 8 એપ્રિલ દરમિયાન યોજાશે વર્ષની પ્રથમ મોટી બેઠક; લોન લેનારાઓ માટે 8 એપ્રિલનો દિવસ રહેશે અત્યંત મહત્વનો

  • March 24, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય રિઝર્વ બેંકે સોમવારે નવા નાણાકીય વર્ષ 2026-27 માટે દ્વિ-માસિક નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકોનું સત્તાવાર કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મુજબ, વર્ષની પ્રથમ નીતિ વિષયક બેઠક 6 થી 8 એપ્રિલ દરમિયાન યોજાશે. 8 એપ્રિલે RBI ગવર્નર શક્તિકાંત દાસ વ્યાજ દરોમાં ફેરફાર અંગેની જાહેરાત કરશે, જેના પર આખા દેશની નજર ટકેલી છે.


શું વ્યાજ દરોમાં થશે કાપ?
ગયા વર્ષે રિઝર્વ બેંકે ગ્રાહકોને મોટી રાહત આપતા વ્યાજ દરોમાં કુલ 1.25 ટકાનો તોતિંગ ઘટાડો કર્યો હતો. છેલ્લે ડિસેમ્બર મહિનામાં 25 બેસિસ પોઈન્ટ્સ (0.25%) નો કાપ મૂકવામાં આવ્યો હતો. હાલમાં રેપો રેટ 5.25 ટકા પર સ્થિર છે. હવે જોવાનું એ રહેશે કે એપ્રિલમાં RBI વ્યાજ દરો ઘટાડીને લોન સસ્તી કરશે કે પછી મોંઘવારીને નિયંત્રિત કરવા માટે તેને યથાવત રાખશે.


MPC કેવી રીતે લે છે નિર્ણયો?

નાણાકીય નીતિ સમિતિ (MPC) એ 6 સભ્યોનું બનેલું એક શક્તિશાળી જૂથ છે, જેનું નેતૃત્વ RBI ગવર્નર કરે છે. આ સમિતિમાં ત્રણ અધિકારીઓ RBI ના હોય છે અને ત્રણ સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્રણ દિવસીય બેઠકમાં આર્થિક સ્થિતિ, રિટેલ મોંઘવારી અને જીડીપી ગ્રોથ પર ચર્ચા થાય છે. છેલ્લા દિવસે તમામ સભ્યો મતદાન કરે છે અને બહુમતીના આધારે વ્યાજ દર નક્કી થાય છે.


વર્ષ 2026-27 માટે બેઠકોનું શિડ્યુલ
જાહેર કરાયેલા નિવેદન મુજબ, આગામી નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાશે:

પ્રથમ બેઠક: 6-8 એપ્રિલ

બીજી બેઠક: 3-5 જૂન
આ ઉપરાંત ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં પણ ત્રણ-ત્રણ દિવસ માટે બેઠકોનું આયોજન કરવામાં આવશે.


મોંઘવારીનું લક્ષ્ય અને પડકારો

સરકારે માર્ચ 2026 સુધી મોંઘવારીને ચોક્કસ મર્યાદામાં રાખવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. માર્ચ 2026 ના અંત સુધીમાં આ લક્ષ્યની બીજી સમીક્ષા થવાની છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે, જે RBI માટે વ્યાજ દરો ઘટાડવામાં મોટો પડકાર બની શકે છે.

જો RBI વ્યાજ દરો ઘટાડશે, તો હોમ લોન અને અન્ય લોન સસ્તી થશે, જેનો સીધો લાભ મધ્યમ વર્ગને મળશે. જોકે, આર્થિક નિષ્ણાતો માને છે કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ જોતા RBI સાવચેતીભર્યું વલણ અપનાવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News