ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકો માટે એક નવો નિયમ રજૂ કર્યો છે, જે હેઠળ કેટલીક સેવાઓ જેવી કે, FASTag અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC)ના ઓટો-રિપ્નિશમેંટ પર કોઈ પ્રી-ડેબિટ નોટિફિકેશન જાહેર કરશે નહીં. આ ઉપરાંત, આરબીઆઈએ ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (નેશનલ કોમન મોબિલિટી - NCMC)ને ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં સમાવેશ કર્યો છે.
આ ચુકવણી પ્રણાલીઓમાં, રકમ નિશ્ચિત મર્યાદાથી નીચે આવતાની સાથે જ ગ્રાહકના ખાતામાં નાણાં આપોઆપ ઉમેરવામાં આવશે. એટલે કે, હવે ફાસ્ટેગ યુઝર્સને ફાસ્ટેગને વારંવાર રિચાર્જ કરવાની જરૂર નહીં પડે. એવું કહી શકાય કે હવે ગ્રાહકો માટે ફાસ્ટેગ રિચાર્જ કરાવવાની ઝંઝટનો અંત આવશે. ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક વર્ષ 2019માં બનાવવામાં આવ્યું હતું.
RBIએ સર્ક્યુલરમાં શું કહ્યું?
ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્રમાં જણાવ્યું છે કે, ફાસ્ટેગ અને એનસીએમસીમાં બેલેન્સની ઓટો-રિપ્સમેન્ટ જે ગ્રાહક દ્વારા નિર્ધારિત મર્યાદાથી નીચી બેલેન્સ હોવા પર ટ્રિગર થઈ જાય છે. હવે આ વર્તમાન ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક હેઠળ આવશે. આ વ્યવહારો, પુનરાવર્તિત પરંતુ સમયસર અનિયમિત હોવાને કારણે, વાસ્તવિક ચાર્જના 24 કલાક પહેલા ગ્રાહકોને પ્રી-ડેબિટ સૂચનાઓ મોકલવાની સામાન્ય જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવશે.
શા માટે શરૂ કરવામાં આવ્યું ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક ?
ઇ-મેન્ડેટ ફ્રેમવર્ક સૌપ્રથમ 2019થી ઘણા પરિપત્રો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેથી ગ્રાહકોને તેમના ખાતામાંથી આવતા ડેબિટ વિશે અગાઉથી માહિતી આપીને સુરક્ષિત કરી શકાય. તેના તાજેતરના અપડેટમાં, RBIએ સુગમતાની જરૂરિયાતને સમાવવાના મહત્વને ઓળખી કાઢ્યું છે, ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં જ્યાં વ્યવહારો નિયમિત હોય અને સેવાઓ જેમ કે ટોલ પેમેન્ટ્સ અને ટોપિંગ અપ મોબિલિટી કાર્ડની સરળ કામગીરી માટે જરૂરી હોય.
2019ના RBI પરિપત્રમાં શું હતું?
2019માં RBIએ કહ્યું કે, જોખમ ઓછું કરવા અને ગ્રાહક સુવિધના ઉપાયના રૂપમા જારીકર્તા કાર્ડધારકને કાર્ડ પર વાસ્તવિક શુલ્ક/ડેબિટથી ઓછામાં ઓછા 24 કલાક પહેલા એક પ્રી- ટ્રાંઝેક્શન નોટિફિકેશન મોકલશે. કાર્ડ પર ઈ-મેંડેટ નોંધાવતા સમયે કાર્ડધારકને જારીકર્તાથી સ્પષ્ટ રીતે અને સમજવા યોગ્ય ભાષામાં પ્રી-ટ્રાંજેક્શન નોટિફિતેશન પ્રાપત કરવા માટે ઉપલબ્ધ વિકલ્પો (એસએમએસ, ઈમેઈલ વગેરે)માં એક મોડ પસંદ કરવાની સુવિધા પણ કાર્ડધારકને આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech