રાજકોટ - ગોંડલ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન

  • December 14, 2022 07:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

રાજકોટના ગોંડલ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો ભારે ગરમાયો હતો. જો કે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે.


ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલે વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું છે. તેમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લા કારોબારીના ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા હવે એકબીજાનું સમાધાન થયું છે.


રાજકોટના ગોંડલ બેઠક પર વિધાનસભાની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો હતો અને ક્ષત્રિય આગેવાનોમાં જુથવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે મહારમખાણ સર્જાયું હતું. અને જયરાજસિંહ જુથ અને અનિરુદ્ધસિંહ જુથ વચ્ચે ખુલ્લેઆમ ધમકીઓનો દોર શરૂ થઈ ગયો હતો. ચૂંટણી પહેલા રીબડા જૂથે  સહદેવસિંહ અને જયંતિ ઢોલ માટે ટિકિટ માગી હતી જેની સામે જયરાજસિંહે તેમની પત્ની એટલે કે ગોંડલના ચાલુ ધારાસભ્ય માટે ટિકિટની દાવેદારી કરી હતી ત્યાર બાદ સહદેવસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજના પ્રમુખ પદેથી હટાવતા રાજકારણ ગરમાયું હતું. ભાજપે જયરાજસિંહ જુથ પર ભરોસો યથાવત રાખ્યો હતો અને ટિકિટ આપી હતી જેની સામે જયરાજસિંહના પત્ની ગીતાબા વિધાનસભા ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application