સાવરકુંડલામાં બગદાદી શેરીમાં વાહન સાઈડમાં લેવા બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી થયા બાદ ઝગડાએ ઉગ્ર સ્વપ લઇ લેતા લોંખડના પાઇપ, દાતરડું અને તલવાર વડે સામસામે હત્પમલો કરવામાં આવતા બે મહિલા સહીત પાંચ વ્યકિતને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. માથાકૂટ દરમિયાન ઘર ઉપર છુટા પથ્થરના ઘા કરવામાં આવતા સિમેન્ટના પતરા અને ટીવીમાં પણ નુકસાન થયું હતું. હત્પમલાના આ બનાવમાં બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એક મહિલા સહીત નવ સામે ગુનો નોંધ્યો છે.
ડ્રાઇવિગનું કામ કરતા અને બગદાદનગર શેરીમાં રહેતા સાકીરભાઈ યુનીશભાઈ જાદવ (ઉ.વ.૩૯)ને ટાઉન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં શેરીમાં જ રહેતાસમીર સલીમશા રફાઇ, અક્રમ સલીમશા રફાઇ, રોશનબેન સલીમશા રફાઇ, સદામ ગુલાબશા રફાઇ, અનુ અકબરશા રફાઇના નામ આપ્યા છે અને ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રિક્ષાનું ભાડું કરી ઘરે પરત આવતો હતો ત્યારે ઘર પાસે રહેતા રોશનબેન સલીમભાઇ રફાઈના ઘરની સામે સાઇકલ અને બાઈક પડી હતી જે તેના દીકરા સમીરને સાઈડમાં લેવાનું કહેતા સમીર ગાળો બોલવા લાગ્યો હતો તેને મેં ગાળો આપવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈ મારમારવા લાગ્યો હતો. દરમિયાન અક્રમ, રોશનબેન, સદામ, અને અકબરસા ત્યાં આવી મને ગાળો આપવા લાગ્યા હતા. આ વચ્ચે સલીમએ પાઇપ અને અક્રમ દાંતરડા વડે હત્પમલો કરતા મેં રાડો પાડતા મારા માસીનો દીકરી મોસીન, કાકા સલીમભાઇ જાદવ, સસરા રહીમભાઈ પઠાણ, કાકી હીનાબેન સલીમભાઇ, બચાવવા વચ્ચે પડતા અક્રમે કાકી હીનાબેનને પણ દાતરડાનો ઘા મારી દેતા હાથમાં ઇજા થઇ હતી. અને અમારા ઘર ઉપર પથ્થરના ઘા કરતા સિમેન્ટના પતરા અને ટીવીમાં નુકસાન થયું હતું. બાદમાં મારા કાકા સલીમભાઇ અમને સારવાર માટે સાવરકુંડલા હોસ્પિટલએ કારમાં લઇ જય સારવાર અપાવી હતી.
જયારે વળતી ફરિયાદમાં રોશનબેન સલીમશા રફાઈ (ઉ.વ.૪૦)ના મહિલાની ફરિયાદ પરથી સાકીર યુનુસભાઇ જાદવ, મોહસીન સાકીરભાઇ જાદવ, અકીલ યુનુસભાઇ જાદવ, બબુ યુનુસભાઇ જાદવ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે ઘરે હતી ત્યારે પડોશમાં રહેતા સાકીરભાઈ રિક્ષા લઈને આવ્યા હતા અને ઘર પાસે રહેલી સાઇકલ અને બાઈક સાઈડમાં લેવાનું કહી મારા પુત્ર સમીરને ગાળો આપવા લાગ્યા હતા. આથી હત્પં બહાર નીકળી ગાળો આપવાની ના પાડતા સાકીરભાઈનો દીકરો મોસીન તલવાર લઈને આવ્યો હતો અને મારા દીકરા સમીરને મારવા જતા હત્પં વચ્ચે પડતા હાથના ભાગે ઘા લાગી જતા ઇજા થઇ હતી. અને પાછળથી અકીલ યુનુશભાઈ રફાઈ, બલુ યનુશભાઈ લાકડીથી મારમારવા લાગ્યા હતા. રાડારાડી કરતા આસપાસમાંથી લોકો એકઠા થઇ ગયા અને અને અમને લોહી નીકળતું હોવાથી સારવાર માટે ખસેડા હતા. પોલીસે ફરિયાદ પરથી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech