જામજોધપુર સસ્તા અનાજની દુકાન પર રજૂઆતના અંતે જથ્થો સીઝ

  • May 25, 2021 10:44 AM 

જામજોધપુર રેશનીંગ માલના વિતરણમાં અનેક કૌભાંડ

જામજોધપુર શહેર રેશનીંગની દુકાનેથી પૂરતો માલ મેળવવા આમ ગ્રાહકોને પારાવાર મુશ્કેલી પડે છે ગત વખત ચણાનો જથ્થો મોડો આવ્યા પછી સમયાંતરે ઓફ લાઇન કાપલા કાઢી દુકાનદારોએ ફરી સ્ટોક જમા કરાવાને બદલે બારીબાર વેચી માર્યો હોય ગ્રાહકો સુધી પહોંચેલ ન હોવાન ચચર્િ જાગી છે અનેક ગ્રાહકો માલ ન લેવા છતાં માલ લેવાઈ ગયો હોવાના મેસજ આવી જાય છે ત્યારે ગ્રાહકોના અંગુઠા લગાવ્યા વિના કાપલા કેવી રીતે નીકળે તેમ જ સરકારે મફત ઘઉ ચોખા દેવાની જાહેરાત કરી છે પણ ક્યાંક આવો માલ નથી દેવાતો અથવા માત્ર બે દિવસ જ દુકાનદાર દુકાન ખોલી બંધ કરી દેતા હોવાની બુમરેંગ ઉડવા પામી છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ ભુતિય રેશનકાર્ડ પણ તંત્રની મીઠી નજર તળે ચાલતા હોવાની પણ વિગત ચચર્મિાં છે ત્યારે સસ્તા અનાજની જીયાખાલી પડેલા દુકાનોના નવા લાયનસો કાઢવામા બદલે અનેક દુકાનદારોને બેથી ત્રણ દુકાનોનો ચાર્જ સોંપવામાં આવેલ હોય તેમાં કોનુ હિત સમાયેલ છે.

જ્યારે હાલના પુરવઠા અધિકારો માત્ર રબર સ્ટેમ્પની ભૂમિકામાં હોય પુરવઠા વિભાગનો વહીવટ અન્ય બાહોશ અધિકારો પડ્દા પાછળથી કરતા હોય તેવુ લાગે છે, ત્યારે તાજેતરમાં જાગૃત નાગરિકની ફરીયા બાદ ઓછો માલ અપાતો હોય ડાયાલાલ ભીમજી નામન દુકાનદારને ત્યાં તંત્રએ ત્રાટકી એક લાખ છત્રીસ હજારનો જથ્થો સીઝ કરેલ છે જયારે બીજી હંસાબહેન રતીલાલ કનેરીયા નામની રેશનીંગની દુકાનમાં ત્રાટકી રૂ, ચૌદ હજાર એક્સો અકાયા વીસ રૂપિયાનો જથ્થો સીઝ કરે છે જ્યારે હંસાબહેન રતીલાલા કનેરોયા દુકાનેથી રેશનીંગનો જથ્થો રીક્ષામાં બારોબાર જતો હોય તેવી જાગૃત નાગરિક દવારા લાઇવ કરો યાદ તંત્રને કરેલ અને વિડીયો કલીપ પણ જગજાહેર વોટ્સેપ પર ફરે છે છતા તંત્ર સમયસર પહોંચીન શક્ય અને માત્ર સામાન્ય જથ્થો સીઝ કરી તંત્રએ કમગીરીનો સંતોષ માન્યો હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે રેશનીંગના દુકાનદારો પુલ્લામાં હુંકાર ફેક છે કે અમે નીચેથી ઉપર સુધી બધાને સાચવીએ છીએ જો આ જાહેરમાં થતો હંકાર સાચો હોય તો ગુજરાત સરકારની છેવાડાના માનવી સુધીગરીબોને અન્ન પહોંચાડી કોઈ અનાજ વિના ન રહે તેવા સુત્રને નિષ્ફળ બનાવશેજામજોધપરના કહેવાતા અમુક- મોટા માથા દુકાન દારો જે તંત્રની મીલીભગતથી રેશનીંગના જથ્થામાં કૌંભાડ કરવામાં માહીર છે તે ગુજરાત સરકારની આ મફત અનાજની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે જિલ્લા ક્લેક્ટર દવારા જાગ્રત થઈ ગ્રામ્ય વિસારમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)