જામનગર સહિતના સમગ્ર ગુજરાતના સુન્ની મુસ્લિમો માટે કાઝીએ ગુજરાતનો મોટો ફૈંસલો

  • June 04, 2021 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હુઝૂર તાજુશ્શરીઆની શાનમાં ગુસ્તાખી કરનાર મૌલ્વી સનાબીલ અને તેનો બાપ મૌલ્વી ઈદ્રીશ માફી ન માંગે ત્યાં સુધી બહિષ્કાર: આ બન્ને પિતા-પુત્રની પાછળ ચાલનારાઓની દફન વિધિ પણ સુન્ની મુસ્લિમોના કબ્રસ્તાનોમાં નહીં કરવા સુધીનો મોટો નિર્ણય

જામનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના સુન્ની મુસ્લિામો માટે મસ્લકે આલા હઝરતની મશાલ હાથમાં લઈને ચાલતાં કાઝીએ ગુજરાત સૈયદ સલીમબાપુ નાનીવાલાએ એક બહુ મોટો નિર્ણય કર્યો છે અને હુઝૂર તાજુશ્શરીઆના વિરોધીઓનો બહિષ્કાર કરવાનો ફૈંસલો કર્યો છે. સુન્ની દાલ કઝાના લેટર પેડ પર આ સમગ્ર વિગતો જાહેર કરવામાં આવી છે અને તેમાં મૌલ્વી સનાબીલ પીલીભીતી તથા તેના પિતા જો હજુ પણ તૌબા ન કરે તો આ બન્ને પિતા-પુત્ર તથા તેની પાછળ ચાલનારા તમામનો બહિષ્કાર જાહેર કરી દીધો છે. આ બાબત સમગ્ર ગુજરાતના સુન્ની મુસ્લિમો માટે એક બહુ મોટી જાહેરાત સમાન છે.

સૈયદ સલીમબાપુ નાનીવાલાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મૌલ્વી સનાબીલ પીલીભીતીએ ચાર વર્ષ અગાઉ તા.25-2-2017ની રાત્રે પોતાના જાહેર પ્રોગ્રામમાં હઝરત અલ્લામાહ મુફતિ મોહંમદ અખ્તરરઝા ઉર્ફ હુઝૂર તાજુશ્શરીઆના એક ફત્વાનું સુરત શહેર, ગુજરાતમાં ખોટા અર્થઘટન કરી હુઝૂર તાજુશ્શરીઆને બદનામ કરવાનો હીન પ્રયાસ કરેલ છે. જેના કારણે મૌલ્વી સનાબીલ પીલીભીતી ઉપર તૌબા લાઝીમ છે.

અલ્લામા ઝિયાઉલ મુસ્તફા ઉર્ફ હુઝૂર મોહદદીસે કબીર કીબ્લા અને મૌલ્વી સનાબીલ પીલીભીતી વચ્ચે વિવાદને હલ કરવા માટે હુઝૂર તાજુશ્શરીઆએ અલ્લામાહ ઝિયાઉલ મુસ્તફા ઉર્ફ હુઝૂર મોહદદીસે કબીર અને મૌલ્વી સનાબીલ પીલીભીતીને બરૈલી શરીફ બોલાવ્યા હતાં. હુઝૂર મોહદદીસે કબીર તો હાજર થયા પણ મૌલ્વી સનાબીલ પીલીભીતી હાજર થયો નહીં. અંતમાં હુઝૂર મોહદદીસે કબીરે પોતાના પક્ષમાં સચોટ દલીલ આપી જેને હુઝૂર તાજુશ્શરીઆએ માન્ય રાખી ફેૈસ્લો હુઝૂર મોહદદીસે કબીરના હકમાં આપ્યો અને મૌલ્વી સનાબીલ પીલીભીતી તથા તેના પીતા મૌલ્વી ઈદ્રીશ પીલીભીતીને તૌબાનો હુકમ આપ્યો અને જો તૌબા ના કરે તો સુન્ની મુસ્લીમો બાપ-દીકરાનો બહિષ્કાર કરે. એ જ રીતે મૌલાના તત્હીરની કીતાબના વિવાદાસ્પદ લખાણોને 23 મુફતિયાને કીરામે ભુલ ભરેલ લખ્યું, પરંતુ તે લખાણના કારણે કુફ્રનું હુકમ લાગતું નથી.

ઉલ્લેખીત મૌલાના તત્હીરને હુઝૂર તાજુશ્શરીઆએ લખાણ વાંધાજનક હોવાના કારણે તૌબાનો હુકમ આપેલ છે અને સાથે-સાથે વાંધાજનક લખાણને પણ નવા એડીશનમાં સામીલ ન કરવા હુકમ આપેલ છે. મૌલાના તત્હીરે પણ હુઝૂર તાજુશ્શરીઆના હુકમનું પાલન કર્યું. છતાં અજમેર શરીફના ખાદીમ ફરીદુલ હસન દ્વારા હુઝૂર તાજુશ્શરીઆ અને હુઝૂર મોહદદીસે કબીરના વિદ્ધ લખાણ વાયરલ કરાવ્યા.

આજ સુધી મૌલ્વી સનાબીલ પીલીભીતી તથા તેના પીતા મૌલ્વી ઈદ્રીશ રઝાએ તૌબા કરી નથી, જ્યારે મૌલ્વી સનાબીલ પીલીભીતના મોટા બાપ હઝરત અલ્લામાહ મુશાહીદ રઝા રહેમતુલ્લાહે અલયહેના સજ્જાદા નશીન હઝરત અલ્લામાહ ઝરતાબ રઝા હાશ્મતી પીલીભીતીએ બન્ને બાપ-દીકરા સાથેના સંબંધો તોડી અને બહિષ્કાર કરેલ છે.  હઝરત અલ્લામાહ અબ્દુલ મુસ્તફા હાશ્મતી દોલ્વી અને હઝરત મુફતિ બશીર હશ્મતીએ પણ મૌલ્વી સનાબીલ  તથા તેના પીતાનો બહિષ્કાર કર્યો છે અને ભારતભરના હજારો મુફતિયાને કીરામ ઉલમાએ દીન અને સાદાતે ઈઝામે બન્ને બાપ-દીકરાનો બહિષ્કાર કરેલ છે.

મૌલ્વી સનાબીલ પીલીભીતી અને તેના પીતા મૌલ્વી ઈદ્રીશ પીલીભીતી સુધરવાના બદલે એટલી હદે બદતમીઝી ઉપર ઊતરી ગયાં છે કે, અજમેર શરીફના ખાદીમ જનાબ ફરીદુલ હસનના ઘરે પહોંચી પોતપોતાના નામની મુફતિની મોહર બનાવી હુઝૂર તાજુશ્શરીઆના વિદ્ધ મનસ્વી ફત્વો આપેલ હતો. જેને આલીમો અને મુફતિયાને કીરામે નકારી કાઢ્યો હતો. તેમ છતાં આજે પણ આ બાપ-દીકરા પોતાની અદેખાઈ અને ખોટી જીદ ઉપર અડગ રહીને પોતાના અભણ અને જાહીલ મુરીદોને ગેરમાર્ગે દોરી અશાંતી ઉભી કરી રહ્યાં છે અને અભણ તથા જાહીલ તેઓને પોતાના પીર માની રહ્યાં છે. જ્યારે હકીકત તો એ છે કે, હુઝૂર તાજુશ્શરીઆ રહેમતુલ્લાહેઅલયહે અને હુઝૂર મોહદદીસે કબીર તથા સેંકડો મુફતિયાને કીરામ અને સાદાતે  ઈઝામના તેઓ વિરોધી થઈને પીર હોવાના લાયક રહ્યાં નથી અને જે લોકો મુરીદ થયાં હતાં તેઓ મુરીદીથી બહાર થઈ ગયાં છે માટે બાલ્કની પરિવારના અમુક લોકો અને તેમના મળતિયાઓ પણ કોઈ સાચા નેક પીરથી મુરીદ થઈને પોતાની આખેરત સુધારી લે. બાલ્કની પરિવાર અને તેમના મળતિયાઓ લોકોને ધોકો આપીને કહે છે કે, અમે હુઝૂર તાજુશ્શરીઆને માનીએ છીએ, તેવું લોકોને કહી ગુમરાહ કરે છે.

અમારી, બાલ્કની ગ્રુપ તથા તેમના મળતિયાઓથી માંગણી છે કે, તેઓ લેખીત આપે કે, અમે હુઝૂર તાજુશ્શરીઆને માનીએ છીએ. જેનો અર્થ એ કે, અમે તેઓના ફતવાને માનીએ છીએ અને જે હુકમ હુઝૂર તાજુશ્શરીઆનો છે તે સાચો છે અને હુઝૂર તાજુશ્શરીઆએ મૌલ્વી સનાબીલ તથા તેના પિતાને તૌબાનો હુકમ કરેલ છે, તે સાચો છે અને જો તૌબા ના કરે તો તેઓના બહિષ્કારનો હુકમ સાચો છે. તેને પણ અમે માનીએ છીએ. જો બન્ને પિતા-પુત્ર તૌબા ના કરે તો અમે પણ તેઓનો બહિષ્કાર કરીએ છીએ. જો આ મુજબ લખાણ લખી આપો તો અમને તમારા સાથે કોઈપણ વાંધો રહેશે નહીં અને સુલ્હે-સમાધાન થઈ જશે. નહીંતર મૌલ્વી સનાબીલ અને તેના પિતાની સાથે તમારો પણ અમે સર્વે બેડી તથા આસપાસ વિસ્તારના આલિમો, ઈમામો, સૈય્યદો, આગેવાનો બહિષ્કાર કરીએ છીએ.

અમે સર્વે સહી કરનારાઓ બાલ્કની ગ્રુપના તથા તેમના મળતિયાઓ દ્વારા તા.12-5-21 રમઝાન માસની 29મી તારીખે આશરે રાત્રે 8 વાગ્યે હુઝૂર તાજુશ્શરીઆ રહેમતુલ્લાહે અલયહેના નિર્દોષ મુરીદોે કારી હામીદ રઝા, મદદાહે રસુલ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ-જનાબ ફાક રઝવી તથા ખાલીદ રઝા અને તેમના પરિવાર ઉપર આશરે 30 લોકોની ગેરકાયદે મંડળી રચી કાયદો હાથમાં લઈ રમઝાન માસના અદબ-સન્માનનો ભંગ કરી હુમલો કરી ઘાયલકરી દીધાં હતાં. તમારા આ હિચકારા હુમલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આજે તા.3-6-21 ના રોજ નીચે સહી કરનારાઓ આજે પછી અમારા સાથે કોઈ પણ પ્રકારના વ્યવહાર કે સંબંધ રાખશો નહીં. ખુશી અથવા ગમ અને તમારી કોઈપણ ધાર્મિક વિધિમાં ઉલમાએ કિરામ, સાદાતે ઈઝામ અને સુન્ની અવામ અહીં સુધી દફન વિધિ પણ નહીં કરીએ.

નીચે સહી કરનારાઓમાં કાઝીએ શહેર (જામનગર), જુદી-જુદી મસ્જિદોના ઈમામ હુઝર તાજુશ્શરીઆના 38 જેટલાં ફોલોઅર્સના નામની યાદી પણ આ નિવેદનમાં સાથે આપવામાં આવી છે, જેમાં મૌલાના સુલેમાન બરકાતી સહિતના નામોનો સમાવેશ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS