ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ મરીન જવાનોને મુક્ત કયર્િ છે. આ જવાનો કથિત જાસૂસીના આરોપોનો સામનો કરી રહ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ભારતની વિનંતી પર, કતારના અમીરે તેમની સજા પહેલાથી જ ઘટાડી દીધી હતી અને તેને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને આમાંથી સાત ભૂતપૂર્વ મરીન જવાનો ભારત પરત ફર્યા છે. વિદેશ મંત્રાલયે પૂર્વ અધિકારીઓને મુક્ત કરવાના કતારના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
મંત્રાલયે કહ્યું, ભારત સરકાર કતારમાં અટકાયતમાં આવેલા દહરા ગ્લોબલ કંપ્ની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિને આવકારે છે. ભારત પરત ફરેલા નૌકાદળના એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમની મુક્તિ શક્ય ન હોત. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે ’ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. તમામ પૂર્વ અધિકારીઓએ પીએમ મોદી અને કતારના અમીરનો પણ આભાર માન્યો હતો.
26 ઓક્ટોબર, 2023ના રોજ, કતારની કોર્ટે ઓગસ્ટ 2022માં ધરપકડ કરાયેલા આઠ ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જો કે, કતાર પ્રશાસન કે ભારત સરકારે તે અધિકારીઓ સામેના આરોપોને જાહેર કાર્ય નથી. જ્યારે મૃત્યુદંડના સમાચાર વૈશ્વિક હેડલાઇન્સ બન્યા, ત્યારે ભારતે ચુકાદાને આઘાતજનક ગણાવ્યો અને આ કેસમાં તમામ કાનૂની વિકલ્પોને અનુસરવાનું નક્કી કર્યું.
2022માં ધરપકડ, 2023માં ફાંસીની સજા
ભૂતપૂર્વ ભારતીય મરીન જવાનો , જેમણે અલ્દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને ક્ધસલ્ટન્સી સર્વિસિસ સાથે કામ કર્યું હતું, તેમની ભ્રષ્ટાચાર અને જાસૂસી કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. સબમરીનની ટેકનોલોજી ઈઝરાયેલને આપવાનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો હતો. ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને કતાર સાથે વાતચીત કયર્િ બાદ તેમને કાયદાકીય મદદ આપવામાં આવી.ત્યાર બાદ કતારના ગળે ઘુટડો ઉતર્યો હતો અને જવાનોને મુક્ત કયર્િ હતા.
આ આઠ ભૂતપૂર્વ મરીન કોણ છે?
આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ - કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વમર્,િ કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ - અલ્દહરા ગ્લોબલ વા ટેક્નોલોજીમાં કામ કરી રહ્યા છે. ક્ધસલ્ટન્સી, જે સેવાઓ અને સંરક્ષણ સેવાઓ પ્રદાન કરતી કંપ્ની છે.
મોદી-કતારના અમીરની મુલાકાત બાદ રાહત
ગયા વર્ષે 1 ડિસેમ્બરના રોજ દુબઈમાં સીઓપી28 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની વચ્ચેની બેઠક બાદ ભૂતપૂર્વ મરીનની સજા ઘટાડવામાં આવી હતી. કતારના અમીર સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ પૂર્વ અધિકારીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભૂતપૂર્વ દરિયાઈ સૈનિકોના મુદ્દા પર, વિદેશ પ્રધાન એસ જયશંકર પણ તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech