અત્યારના સમયમાં સૌથી પાવરફુલ વકીલાત ક્ષેત્ર છે અને તેમાય તેઓની એકતા એટલી જ પાવરફુલ છે હવે તેમાં રાજકોટના વકીલ મંડળે કરી પોલીસની જેમ વકીલોના હિત, રક્ષણ માટે રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટમાં વકીલોની યુઆરટી (કિવિક રિસ્પોન્સ ટીમ) બનાવી છે. રાજકોટ શહેરના કોઈપણ વકીલ સાથે પોલીસ સ્ટેશનથી માંડી કોઈપણ સરકારી કચેરીઓમાં ગેરકાયદેસર કે અયોગ્ય વાણી-વર્તન કે વ્યવહાર કરવામાં આવશે તો વકીલની સહાય કરી શકીએ તે બદલ કયુઆરટીની રચના કરેલ છે. છેલ્લે | કેટલાક સમયથી વકીલો સાથે દુવ્યવહારના બનાવમાં વધારો થયો
છે. અમુક કિસ્સામાં તો મારામારી પણ થઈ છે. કેટલા કિસ્સામાં પોલીસ મથકમાં જ પોલીસ સાથે વકીલોને પર્ષણ થતું હોય છે જ્યારે અન્ય સરકારી કચેરીમાં કામકાજ દરમિયાન વકીલો સાથે સરકારી કર્મચારીઓ અણછાજતું વર્તન કરતા હોય છે. આવા બનાવ અટકાવવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમા ૧૦૮ સભ્યોની નિમણુક કરવામાં આવી છે. તેમજ ઘણા બધા વકીલો આવનારા દિવસોમાં જોડાવવા ઈચ્છુક છે. આ ટીમ અંગેની માહિતી આપવા આગામી બે દિવસમા પોલીસ કમિશનર સાથે બેઠક કરવામાં આવશે. પ્રભુલભાઈ ચંદારાણા, રાજેશભાઈ ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરબાઝખાન પઠાણ, બારભાયા રાજા,જાગૃતિબેન યુરોહીત, સાહિસ્તાબેન ઠેબા, રાજવીરસિંહ ઝાલા, હેતલબેન ભટ્ટ, નયનાબેન રાઠોડ, ચંદ્રસિંહ ટલાટીયા, ઉપાબા ઝાલા, અવનિબેન જોબનપુત્રા, રીનાબેન સરજા, દુષ્યિંતસિંહ જાડેજા, ધારેશ દોશી, દિપેશભાઈ પાટડિયા, પ્રકાશભાઈ વેગડા, ભાડસુર પરમારએ આ બનાવેલી ટીમ અંગે માહિતી આપી હતી....